રેમડેસિવિરનું રમખાણ:વડોદરામાં કોરોનાના દર્દીઓને બચાવવા સ્વજનોની રઝળપાટ, રેમડેસિવિર ઇન્જેક્શન મળવાની અફવા માત્રથી લાંબી-લાંબી લાઇનો લાગે છે

વડોદરા9 મહિનો પહેલા
રેમડેસિવિર ઇન્જેક્શન ગેરીમાં મળી રહ્યા હોવાની અફવા ફેલાતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો ઉમટી પડ્યા
  • ગેરી કમ્પાઉન્ડમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પહોંચેલા લોકોમાં નારાજગી, તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો

કોરોનાના દર્દીઓ માટે સંજીવની પુરવાર થયેલા રેમડેસિવિર ઇન્જેક્શન ગેરીમાં મળી રહ્યા હોવાની અફવા ફેલાતા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઇન્જેક્શનો લેવા માટે ઉમટી પડ્યા હતા. ગેરી કમ્પાઉન્ડમાં ઇન્જેક્શનો લેવા માટે લાંબી કતારો લાગી ગઇ હતી.

હોસ્પિટલો દર્દીઓના પરિવારજનોને રેમડેસિવિર ઇન્જેક્શનો લેવા માટે દબાણ કરે છે
નોંધનિય છે કે, સરકારી તંત્ર દ્વારા કોઇપણ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને મેડિકલ સ્ટોર કે સરકારી એજન્સી ઉપર મોકલવા નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવા છતાં હોસ્પિટલ દ્વારા દર્દીઓના પરિવારજનોને રેમડેસિવિર ઇન્જેક્શનો લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પરિણામે દર્દીઓના પરિવારજનો રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે રઝળપાટ કરી રહ્યા છે.

ગેરી કમ્પાઉન્ડમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પહોંચેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી
ગેરી કમ્પાઉન્ડમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે પહોંચેલા લોકોમાં નારાજગી જોવા મળી હતી

રેમડેસિવિર ઇન્જેક્શનો પુરા પાડવામાં તંત્ર ધરાર નિષ્ફળ
વડોદરા શહેરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મૃત્યુઆકમાં પણ વધારો થઈ રહ્યો છે. લોકો ભયના ઓથાર નીચે આવી ગયા છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોનાગ્રસ્ત દર્દીઓ કીડીયારાની જેમ ઉભરાઇ ગઈ છે. આ સંજોગોમાં કોરોના ગ્રસ્ત દર્દીઓ માટે સંજીવની પુરવાર થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનોન માગમાં વધારો થયો હોવા છતાં તંત્ર રેમડેસિવિર ઇન્જેક્શનો પુરા પાડવામાં તંત્ર ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.

કોરોનાના દર્દીઓને બચાવવા પરિવારજનોની રઝળપાટ કરી રહ્યા છે
કોરોનાના દર્દીઓને બચાવવા પરિવારજનોની રઝળપાટ કરી રહ્યા છે

ગેરી કંમ્પાઉન્ડમાં રેમડેસિવિર નજીવી કિંમતે ફળવાતા હોવાની અફવા ફેલાઇ
વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારના ગેરી કંમ્પાઉન્ડ ખાતેથી રેમડેસિવિર ઇન્જેક્શન નજીવી કિંમતે ફળવાતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ ઇન્જેક્શન મેળવવા પહોંચ્યા હતા. તાજેતરમાં કોવિડ પોઝિટિવ દર્દીની સારવાર દરમ્યાન રામબાણ સમાન રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ છેસ ત્યારે તંત્ર દ્વારા ઇલોરા પાર્ક ગેરી કંમ્પાઉન્ડ ખાતે આવેલી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરી ખાતેથી વિવિધ હોસ્પિટલોને જરૂરિયાત અનુસાર રેમડેસિવિર ઇન્જેક્શનની ફાળવણી કરવાનું આયોજન હાથ ધરાયું છે.

રેમડેસિવિર ઇન્જેક્શનો પુરા પાડવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે
રેમડેસિવિર ઇન્જેક્શનો પુરા પાડવામાં તંત્ર ધરાર નિષ્ફળ ગયું છે

ઇન્જેક્શન લેવા માટે પહોંચેલા વ્યક્તિઓમાં નારાજગી જોવા મળી
બીજી તરફ ગેરી કમ્પાઉન્ડમાંથી દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન અપાતા હોવાની અફવા ચકડોળે ચડતા મોટી સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ સ્થળ પર ઉમટી પડ્યા હતા અને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા લાઇનો લગાવી હતી. જોકે આ સ્થળેથી ઇન્જેક્શન માત્ર હોસ્પિટલોને પહોંચાડવાના હોવાની જાણ અધિકારીઓએ કરતા ઇન્જેક્શન લેવા માટે પહોંચેલા વ્યક્તિઓમાં નારાજગી જોવા મળી હતી અને તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...