તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં જીવલેણ કોરોના વાઇરસનો કહેર વધ્યો છે. વડોદરામાં સ્થિતિ ભયાવહ બની રહી છે, ત્યારે વડોદરામાં રેપિડ એન્ટીજન ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ તથા કોવિડ વેક્સિન રસી મેળવવા માટે લોકોની ઠેર-ઠેર લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ રોજ કરવામાં આવતા 5 હજાર ટેસ્ટ પૈકી RT-PCRના 18 ટકા અને રેપિડના 6% રિપોર્ટ પોઝિટિવ આવે છે.
વાઇરસના કેસોની સંખ્યા પાલિકા છુપાવી રહી છે
વડોદરા મહાપાલિકાની યાદી મુજબ પ્રતિદિવસ સરેરાશ 300 નવા કોરોના સંક્રમિતો કેસો નોંધાઈ રહ્યા છે. જ્યારે બીજીતરફ પ્રતિદિવસ કુલ 5 હજાર લોકોના રેપિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR ટેસ્ટ થઈ રહ્યા હોવાનો આરોગ્ય તંત્રનો મોટો દાવો કરવામાં આવ્યો છે, ત્યારે આ દાવાની પોલ ઉઘાડી પડી છે. જેમાં આ દાવાની સામે સંક્રમિતોના કેસના દરે ઘાતક વાઇરસના કેસોની સંખ્યા પાલિકા છુપાવી રહી છે તે પણ ઉઘાડી પડી છે.
તંત્ર પોતાના જ આંકડાઓની માયાજળમાં ફસાઈ ગયું છે
RT-PCRમાં 18 ટકા પોઝિટીવ કેસો, રેપિડ ટેસ્ટમાં 6 ટકા લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવી રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કુલ 5 હજાર ટેસ્ટ પૈકીના ચોથા ભાગના RT-PCR કરાવવામાં આવી રહ્યા હોય તો તે ટકા મુજબ 300 કેસ તો માત્ર RT-PCRમાં સામે આવી રહ્યા છે અને બાકીના 6 ટકા લેખે વધુ 600 લોકો સંક્રમિત થયા હોવાનું પણ નોંધાઈ રહ્યું છે. એટેલે કે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, દરરોજના 600થી વધુ લોકો કોરોના વાઇરસની ઝપેટમાં આવીને સંક્રમિત થઈ રહ્યા છે તો વડોદરાની પરિસ્થિતિ અત્યંત ભયાવહ છે. તંત્ર પોતાના જ આંકડાઓની માયાજળમાં ફસાઈ ગયું છે. વડોદરામાં કોરોનાના વધતા કેસો ચિંતાનું કારણ બન્યા છે. વડોદરાના દરેક ઝોનમાં કેસોની સંખ્યા વધારે છે.
રેપિડ એન્ટીજન ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ માટે નગરજનોની ઠેરઠેર લાંબી લાઈનો
વડોદરા શહેરમાં આવેલા તમામ અર્બન હેલ્થ સેન્ટર ઉપર કોવિડ વેક્સિન આપવામાં આવી રહી છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ તથા અર્બન હેલ્થ સેન્ટર ખાતે રેપિડ એન્ટીજન ટેસ્ટ માટે લોકોએ રીતસરની પડાપડી કરી હતી. આ ઉપરાંત પ્રિન્સ અશોક રાજે સ્કૂલ ખાતે કોવિડ વેક્સિનનો બીજા ડોઝ દરમિયાન લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ પરિસ્થિતિ તમામ સ્થળોએ જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.