• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Vadodara, The Family Locked Themselves In The Lower House At Night And Went To Sleep Upstairs. The Thief Stole 1 Lakh And 98 Thousand

દિવાળીના તહેવારોમાં તસ્કરો ત્રાટક્યા:વડોદરામાં પરિવાર રાત્રે નીચેના મકાનમાં તાળું મારી ઉપરના માળે સૂવા ગયા ને તસ્કરો 1.98 લાખનો મુદ્દામાલ ચોરી ફરાર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વારસિયા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વારસિયા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • તસ્કરો સોનાના ઘરેણાં તેમજ અન્ય વસ્તુઓની ચોરી કરી નાસી ગયા

શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ વેનીશ વેલા ડુપ્લેક્ષમાં રહેતો પરિવાર રાત્રી દરમિયાન નીચેના મકાનમાં તાળું મારી ઉપરના મકાનમાં સૂવા ગયો હતો. ત્યારે તસ્કરોએ નીચેના બંધ મકાનને નિશાન બનાવી લાકડાના કબાટની તિજોરીમાંથી રૂ. 1.98 લાખની મતાના સોનાના ઘરેણાં તેમજ અન્ય વસ્તુઓની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કરિયાણાના દુકાનદારના ઘરમાં ચોરી
શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ વેનીશ વેલા ડુપ્લેક્ષમાં પરિવાર સાથે રહેતા કૈલાશ પલુરામ કાલડા હાથીખાના ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. બુધવારના રોજ રાત્રીના 12:30 વાગ્યે જમી પરવારી નીચેના મકાનનો દરવાજો બંધ કરી ઉપરના માળે પરિવાર સાથે સૂવા ગયા હતા.

લાકડાના કબાટની તિજોરીમાંથી દાગીનાની ચોરી
દરમિયાન ગુરુવારે સવારે 7:00 વાગ્યે તેમના પત્ની વહેલી સવારે ઉઠીને નીચે આવતા બેડરૂમમાં જતા લાકડાનો કબરનો દરવાજો તૂટેલો જોવા મળ્યો હતો અને તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી તેમણે પતિને જાણ કરી હતી. જેથી તેઓએ તપાસ કરતા લાકડાના કબાટની તિજોરીમાંથી રૂ. 1.98 લાખની મતાના સોનાના ઘરેણાં તેમજ અન્ય વસ્તુઓની ચોરી થઇ હતી. જેથી તેઓએ બનાવ અંગે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.