તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા:લોકડાઉનમાં રખડતાં 18 જણા સામે ગુનો નોંધાયો, યુવકે દૂધનું બહાનું કાઢ્યું, ખિસ્સામાં પૈસા ન હતા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખો દિવસ શહેરમાં પોલીસ ફરી રહી હતી - Divya Bhaskar
આખો દિવસ શહેરમાં પોલીસ ફરી રહી હતી

વડોદરાઃ લોકડાઉન હોવા છતાં બહાનાબાજી કરીને લોકો રખડવા નિકળી પડે છે. પોલીસે રવિવારે જાહેરનામા ભંગના 11થી વધુ ગુના નોંધી 18 જણાની અટકાયત કરી હતી. રાવપુરા રોડ પર દુલીરામ પેંડાવાળાની ગલી પાસે પોલીસે 2 જણાને પકડતાં તેમણે દૂધ લેવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પણ તેમની તલાશી લેવાતા દૂધ તો ઠીક ખીસ્સામાંથી પૈસા પણ મળ્યા ન હતા. સરદાર ભુવનના ખાચા પાસે પોલીસે ડ્રોન કેમેરા દ્વારા ચાર જણાને રખડતા પકડયા હતા. ક્રાઇમ બ્રાન્ચે સવારથી જ ડ્રોન કેમેરા અને સીસી ટીવી કેમેરા દ્વારા રખડતા લોકો સામે સર્વેલન્સ ગોઠવ્યું હતું. પોલીસે ચાણકયપુરી ચાર રસ્તા પાસે એક યુવક, સમા ટી પોઇન્ટ પાસે એક યુવક તથા સંતકબીર રોડ પર એક યુવક અને ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે એક યુવકને બાઇક પર રખડતો અટકાવી તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત વાઘોડીયા રોડ પર સ્વામીનારાયણ નગર પાસે બેસી રહેલા 5 જણા સામે ગુનો નોંધ્યો હતો.પોલીસે સરદારભુવનના ખાંચા પાસે ડ્રોન કેમેરાની મદદથી ચાર જણાને રખડતાં પકડયા હતા.  

અન્ય સમાચારો પણ છે...