તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા:લોકડાઉનને પગલે સેનેટરી પેડની અછત ઉભી થઇ, બ્રાન્ડેડ સ્ટોક પૂરો થઇ ગયો, ગૃહ ઉદ્યોગોને મટિરિયલ મળતુ નથી

વડોદરા10 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
 • દવાના ડીલર કહે છે કે, દવાની દુકાનોના સંચાલકો માંગ કરે છે, પણ બ્રાન્ડેડ કંપનીઓના સેનેટરી પેડ આવતા નથી
 • સેનેટરી પેડ બનાવીને રોજગારી મેળવતી મહિલાઓ પાસે પણ મટિરિયલ ન હોવાથી રોજગારી પર અસર પડી
 • લોકડાઉનમાં મહિલાઓને સેનેટરી પેડની સુવિધા પુરી પાડવા માટે સંસ્થાઓએ માંગ કરી

લોકડાઉનના કારણે જીવન જરૂરી ચિજવસ્તુઓની અછત શરૂ થઇ ગઇ છે. જેમાં ખાસ કરીને મહિલાઓને સેનેટરી પેડ ન મળતા મુંઝવણમાં મુકાઇ ગઇ છે. વડોદરાના દવાના ડીલર સંજયભાઇ શાહે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે બ્રાન્ડેડ કંપનીઓના સેનેટરી પેડ આવી રહ્યા નથી. અમારી પાસે દવાની દુકાનોના સંચાલકો પણ સેનેટરી પેડની માંગ કરી રહ્યા છે. પરંતુ, અમારી પાસે સ્ટોક ન હોવાથી અમે આપી શકતા નથી. સેનેટરી પેડ બજારમાં ઉપલબ્ધ ન હોવાથી મુશ્કેલી સર્જાઇ છે. આવી જ સ્થિતિ ડાયપર માટે પણ સર્જાઇ છે. નાના બાળકો અને પથારીવસ વૃદ્ધો માટે ડાયપરની માંગ વધી છે. પરંતુ, ડાયપર પણ લોકડાઉનના કારણે ન આવવાથી મુશ્કેલી સર્જાઇ છે. 
વડોદરાની મહિલા કહે છે કે, લોકડાઉનમાં સેનેટરી પેડ ન મળતા મુશ્કેલી પડે છે
વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલા હેલી પરીખે(નામ બદલ્યું છે) જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના લોકડાઉનને કારણે સેનેટરી પેડ મળતા નથી. જેથી હાલ મુશ્કેલી પડી રહી છે. લોકડાઉન હળવુ કરીને લોકો સુધી તમામ સેવોઓ મળે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. 
ઉમંગ ફાઉન્ડેશનની સંચાલક કહે છે કે, સેનેટરી પેડ ન મળતા મહિલાઓ મુશ્કેલીમાં મુકાઇ, તંત્રએ વ્યવસ્થા કરવી જરૂરી 
ઉમંગ ફાઉન્ડેશન નામની સંસ્થાના સંચાલક સોનાલી વોરાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનમાં હવે મહિલાઓ માટેના સેનેટરી પેડની અછત શરૂ થઇ છે. બજારોમાં મળતા બ્રાન્ડેડ કંપનીઓના સેનેટરી પેડનો સ્ટોક ખતમ થઇ ગયો છે. લોકડાઉનના કારણે બ્રાન્ડેડ સેનેટરી પેડની આવક બંધ થઇ ગઇ છે. સેનેટરી પેડ ન મળતા મહિલાઓને મુશ્કેલીઓનો સામનો કરવાનો વખત આવ્યો છે. જુનવાણી મહિલાઓ કપડાનો ઉપયોગ કરીને કામ ચલાવી રહી છે. પરંતુ, વર્તમાન સમયની યુવતીઓ માટે કપડાનો ઉપયોગ કરવો મુશ્કેલ છે, ત્યારે તંત્ર દ્વારા સેનેટરી પેડ માટેની વ્યવસ્થા કરવી અનિવાર્ય બની છે.
સેનેટરી પેડ બનાવતી મહિલાઓની રોજગારી ઉપર પણ અસર પડી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સંસ્થા સાથે જોડાયેલી મહિલાઓ દ્વારા સેનેટરી પેડ બનાવવામાં આવે છે. અને તે સસ્તા પણ છે. પરંતુ, સેનેટરી પેડ બનાવવા માટેનું મટિરિયલ ન હોવાથી સેનેટરી પેડ બની શકતા નથી. બ્રાન્ડેડ સેનેટરી પેડ સામે ગૃહ ઉદ્યોગમાં બનાવાતા સેનેટરી પેડ શ્રેષ્ઠ વિકલ્પ છે. પરંતુ, ઘરે જ સેનેટરી પેડ બનાવીને રોજગારી મેળવતી મહિલાઓ પાસે પણ મટિરિયલ ન હોવાથી સેનેટરી પેડ બનાવતી મહિલાઓની રોજગારી ઉપર પણ અસર પડી છે. સેનેટરી પેડ બનાવતી મહિલાઓ એક દિવસમાં એક હજાર જેટલા સેનેટરી પેડ બનાવવાની ક્ષમતા ધરાવે છે. 
સોનાલી વોરા કહે છે કે, સેનેટરી પેડની જેમ ડાયપરની પણ અછત ઉભી થઇ છે
તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસથી બચવા માટે જે રીતે માસ્ક બનાવીને લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેજ રીતે સેનેટરી પેડ બનાવીને વિનામૂલ્યે વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની જરૂરીયાત છે. સેનેટરી પેડ બનાવવાનું મટીરીયલ લાવવા માટે મને એક દિવસની સુરત જવા માટે મંજૂરી મળે તો સેનેટરી પેડ બનાવીને વિતરણ કરવા માટે મારી સંસ્થા તૈયાર છે. અમારી સંસ્થા દ્વારા દોઢ લાખ માસ્ક બનાવવામાં આવ્યા હતા. અને 70 હજાર જેટલા માસ્ક વિનામૂલ્યે આપવામાં આવ્યા છે, ત્યારે મહિલાઓના આ પેચિદા પ્રશ્ન અંગે હું વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને મળવાની છું. અને એક દિવસ માટે કાચુ મટિરિયલ લાવવા પાસ કાઢી આપવા માટે માંગણી કરનાર છું. સેનેટરી પેડની જેમ ડાયપરની પણ અછત ઉભી થઇ હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ગૃહઉદ્યોગમાં બનતા સેનેટરી પેડ સસ્તા છે અને ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને રોજગારી પણ મળે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આધુનિક યુવતીઓ અને મહિલાઓ ગૃહ ઉદ્યોગમાં બનતા સેનેટરી પેડ વાપરવા તૈયાર નથી. તેઓ બ્રાન્ડેડ સેનેટરી પેડનો ઉપયોગ કરવા ટેવાયેલી છે. પરંતુ, વર્તમાન સ્થિતિમાં ગૃહઉદ્યોગમાં બની રહેલા સેનેટરી પેડ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગૃહ ઉદ્યોગમાં બની રહેલા સેનેટરી પેડ પણ ઇન્ફેક્શન ન થાય તે રીતે બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે યુવતીઓ અને મહિલાઓએ બ્રાન્ડેડ સેનેટરી પેડનો મોહ છોડીને ગૃહઉદ્યોગમાં બનતા સેનેટરી પેડનો ઉપયોગ કરવામાં આવે તો તે સસ્તા પણ છે. એથી વધારે ગૃહઉદ્યોગ કરતી મહિલાઓને રોજગારી પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો