તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:લોકડાઉનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણંુ નુકસાન થયું, OTT પ્લેટફોર્મે સરભર કર્યું : વિવેક

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોય બન્યા વડોદરાના મહેમાન

બોલીવુડ ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે મંગળવારે અંગત કામથી વડોદરાની મુલાકાત લીધી હતી જે દરમિયાન તેઓએ અકોટા સ્થિત તેમના મિત્રના કેફેની મુલાકાત લિધી હતી. ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે જણાવ્યું કે, ઘણા વર્ષોથી મારુ વડોદરા સાથે કનેક્શન છે. લોકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણુ નુકસાન થયું જે OTT પ્લેટફોર્મે સરભર કર્યું.લોકડાઉનમાં મારા બાળકો સાથે સમય વિતાવ્યો પિતા હોવાની જવાબદારી જે નથી નિભાવી શક્યો તે લોકડાઉનમાં સંપુર્ણપણે નિભાવી.

આગામી ફિલ્મ હિટ થશે તો બોલીવુડમાં કામ શરૂ થશે
વિવેક ઓબેરોયે ઉમેર્યુ હતું કે, મલ્ટીપ્લેક્ષ 100 ટકા કેપેસિટી સાથે શરૂ થાય તેની રાહ જોઇ રહ્યા છે. સૂર્યવંશી અને 83 જેવી ફિલ્મ રીલીઝ થીયેટર્સમાં રીલીઝ થશે અને આશા છે કે ફિલ્મ હિટ જાય તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફરી કામ શરૂ થઇ શકશે. હાલ અને ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર વ્યસ્ત છે. ઓટીટી પ્લેટફોર્મને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થયો. લોકડાઉનમાં થીયેટર્સ બંધ હતા તેથી ઘણું નુકસાન થયુ પરંતુ આ પ્લેટફોર્મ પર ઘણી મૂવિઝ રીલીઝ થઇ. ઓટીટી પ્લેટફોર્મ પર મારી વેબસિરીઝ ‘ઇનસાઇડ એડ્જ’ની બે સિઝન હીટ ગયા પછી ત્રીજી સીઝન હવે રીલીઝ થશે.

વર્ષ 2012માં વિવેક 1.5 મહિનો વડોદરા રહ્યા હતા
​​​​​​​વર્ષ 2012માં ગ્રાન્ડ મસ્તીની શૂટિંગ દરમિયાન ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયે વડોદરાની મુલાકાત લિધી હતી. ફિલ્મ ગ્રાન્ડ મસ્તીની શૂટિંગ વિવેક ઓબેરોયે, આફતાબ શિવદસાની અને રીતેશ દેશમુખ સાથે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં કરી હતી. ઉલ્લેખનીય છે કે વિવેક ઓબેરોય 2021માં આ ફિલ્મના શુટિંગ દરમિયાન 1.5 મહિના સુધી વડોદરા રોકાયા હતા.

થીયેટર્સ ખુલવાની આતુરતાથી રાહ છે
MSUની BBA ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી ,બોલીવુડની 70 થી વધુ ફિલ્મનું માર્કેટિંગ સંભાળનાર અને વિવેક ઓબેરોયના મિત્ર વરુણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 5 વર્ષથી મારી માર્કેટિંગ કંપની ચલાવુ છું અને મુબંઇના ચાપ કી છાપ કેફેની ફ્રેન્ચાઇઝી વડોદરામાં શરૂ કરી છે. થીયેટર ખુલવાની આતુરતાથી રાહ છે કારણકે સારુ કન્ટેન્ટ આપીશુ તો લોકો ફિલ્મ જોવા જરૂરથી આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો