તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:દંતેશ્વર સ્મશાનમાં કોરોના મૃતદેહોની અંતિમવિધિ સામે સ્થાનિકોનો પ્લે કાર્ડ સાથે વિરોધ, પોલીસ સાથે ઘર્ષણ

વડોદરા6 દિવસ પહેલા
 • કૉપી લિંક
દંતેશ્વર સ્મશાનમાં કોરોના પ્રોટોકોલથી અંતિમવિધિ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
દંતેશ્વર સ્મશાનમાં કોરોના પ્રોટોકોલથી અંતિમવિધિ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો.
 • અંતિમક્રિયાની વાત સાંભળી ગભરાઈ જતાં સ્થાનિકનું મોત થયાના આક્ષેપ

શહેરમાં કોરોનાના કેસ વધતા મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વધતા મૃત્યુઆંકના કારણે શહેરના દંતેશ્વર સ્મશાનમાં કોવિડના પ્રોટોકોલ મુજબની અંતિમવિધિ સામે સ્થાનિક લોકોએ વિરોધ દર્શાવ્યો છે. રવિવારે સ્થાનિક લોકોએ પ્લેકાર્ડ સાથે નારાજગી દર્શાવી હતી.

છેલ્લા ત્રણ દિવસથી શહેરના દંતેશ્વર સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી મૃતદેહોની અંતિમવિધિ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જોકે સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતાં તેઓમાં ગભરાટ સાથે ભારે રોષ ફેલાયો છે. રવિવારે સ્મશાનની આસપાસ રહેતા લોકોએ એકત્ર થઈ તંત્રની કામગીરીનો વિરોધ કર્યો હતો. સ્થાનિક મહિલાઓ સહિતના ટોળાએ પ્લેકાર્ડ સાથે રાખી કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ અહીંયાં નહીં કરવાની માંગ કરી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ પણ સ્મશાન નજીકમાં આવેલી સાંઈનાથનગર સોસાયટીમાં રહેતા ગીતાબેન માળીએ જણાવ્યું હતું કે ગોત્રી અને ખાનગી હોસ્પિટલની કોરોનાની બોડી અહીંયા લવાય છે. કોરોનાની બોડી બાળવા અંગે બે દિવસ પહેલાં પણ વિરોધ થયો હતો. જેમાં અમારી નજીકના એક વ્યક્તિ કોરોનાબોડી બાળવાના સમાચારથી જ ગભરાઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું. સ્થાનિકોના વિરોધના પગલે મકરપુરા પોલીસ દોડતી થઈ હતી. પોલીસ સ્થળ પર પહોંચતા જ વિરોધ કરી રહેલી મહિલા અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો