નાગરીકોનો વિરોધ:અર્બન ફોરેસ્ટના 35 પ્લોટના કામમાં સ્થાનિકોનો વિરોધ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 અર્બન ફોરેસ્ટની જાહેરાત કરવામાં આવી હતી
  • વિરોધ બાદ 46 પ્લોટ પાલિકાએ પોતાના હસ્તક લીધા છે

શહેરમાં 100 અર્બન ફોરેસ્ટ બનશે તેવી ગત બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જાહેરાતના થોડા સમયમાં જ 25 પ્લોટની બાદબાકી કરી બાકીના 75 પ્લોટમાં પાલીકાએ કામ શરૂ કર્યું હતું. જેમાંથી 40 ફોરેસ્ટ તૈયાર કર્યા છે. તો બાકીના 35 ફોરેસ્ટ માટે નાગરીકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. અનેક પ્લોટ એવા પણ છે જેનો વિરોધ સ્થાનિકો પ્લોટમાં બાળકો રમતા હોય તેના માટે કરી રહ્યાં છે. જેમાં 25 પ્લોટનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રીન બેલ્ટના 46 પ્લોટને પાલીકાએ વિરોધ બાદ પોતાના હસ્તક કર્યા હતા, પરંતુ તેમાંથી પણ અનેક પ્લોટ પર કામગીરી કરવામાં આવી નથી.

પાલીકા તંત્ર તમામ પ્લોટ પરના પ્લાન્ટેશન પુર્ણ થવાની રાહ જોઈ રહ્યા છે. તો મીયાવાકી વનમાં અત્યારસુધીમાં પાલિકાએ 7000થી વધારે વૃક્ષો વાવી દીધા છે.વડોદરાના બાગ બગીચા વિભાગે એક વર્ષમાં વડોદરાના મોટનાથ મહાદેવ નજીક પાલીકા એ રાશિ વન બનાવેલું છે.

તો સમા તલાવની નજીકની જગ્યા પર સ્વસ્તિક વન પુર્ણ કર્યા છે તો આગામી દિવસોમાં પાલીકા બીલીપત્ર, સિંદુર, પુત્રજીવા સહિતના વૃક્ષો સાથેનું પણ વન બનાવશે. આગામી સમયમાં વડોદરાને લિમડા વન, નક્ષત્ર વન ઉપરાંત હજુ પણ નવા થીમ બેઝ્ડ પાર્ક બનાવવા માટે પાલિકા તંત્ર ટેન્ડરીંગમાં રાહ જોઈ રહી છે.

પાર્ક્સ એન્ડ ગાર્ડનના ડાયરેક્ટર મંગેશ જયસ્વાલે કહ્યું હતું કે, અર્બન ફોરેસ્ટના વૃક્ષ વાવવા પાછળ 18-20 લાખનો ખર્ચ કરાઇ રહ્યો છે. વન માટે થયેલા અન્ય ખર્ચની માહિતી યોગ્ય રીતે મળી નથી, જેના સિવીલ કામનો ખર્ચ પણ હજુ જોવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...