તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ડભોઇ રોડની સોસાયટીમાં લઘુમતી કોમના વ્યક્તિએ મકાન ખરીદતાં સ્થાનિકોનો વિરોધ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરને આવેેદન આપ્યું, એક્શન ન લેવાય તો આત્મહત્યાની પણ ચીમકી

પ્રતાપનગર-ડભોઈ રોડ પર આવેલી ન્યુ સોસાયટીમાં લઘુમતી કોમના વ્યક્તિએ મકાન ખરીદતા સ્થાનિક નાગરીકો વિરોધ કરી રહ્યાં છે. નાગરીકોએ ગુરૂવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, અમારી સોસાયટીને કશ્મીર તેમજ લઘુબંગાળ બનતી અટકાવો. નાગરીકોએ જો એક્શન નહી લેવાય તો આત્મહત્યા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

વડોદરાના પ્રતાપનગર-ડભોઈ રોડ અને તેની આસપાસના વિસ્તારોમાં રહિશોએ 10 જૂનના રોજ કલેકટર, મ્યુનિ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને મકાન માલિકે લઘુમતી કોમના વ્યક્તિને મકાન વેચવા સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાનિક રહિશોએ જણાવ્યા અનુસાર, પ્રતાપનગર-ડભોઈ રોડ પર આવેલી ન્યુ સોસાયટીમાં હિંદુ બહુમતીના રહિશો રહે છે.

આ સોસાયટીમાં જયેશભાઈ રસિકલાલ પટેલનું મકાન આવેલું છે.જ્યારે તેમને આ મકાન લઘુમતી કોમના વ્યક્તિને વેચાણ કરેલું છે. જે અંગે સોસાયટીના રહિશોને જાણ થતા તેમને હિંદુ બહુમતી વિસ્તારમાં લઘુમતી કોમના વ્યક્તિને મકાન વેચવા સામે વિરોધ નોંધાવીને માર્ચ 2021માં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

પરંતું કલેક્ટર કચેરી તરફથી કોઈ કાર્યવાહી થઈ ન હતી. ન્યુ સોસાયટી અશાંતધારા વિસ્તારમાં આવે છે. સ્થાનિક નાગરીકોએ વધુમાં જણાવ્યું હતું કે, આ મિલકત અશાંતધારા હેઠળ આવતી હોવાથી તેની મંજુરી કેવી રીતે મળી તેમજ દસ્તાવેજો ક્યારે અને કેવી રીતે થયો તેની માહિતી પણ તેમને તંત્ર પાસે માંગી હતી. પરંતું સબ રજીસ્ટ્રાર કચેરી તરફથી કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જ્યારે સ્થાનિક રહિશો દ્વારા લઘુમતી કોમના વ્યક્તિ દ્વારા જે મકાન ખરીદવામાં આવ્યું છે તે અંગે વાંધા અરજી પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...