પાલિકામાં રજૂઆત:સેવાસીમાં ડોર ટુ ડોરનાં વાહનોનું પાર્કિંગ કરાતાં સ્થાનિકોનો વિરોધ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેવાસીની સીમમાં ડોર ટુ ડોરની ગાડીઓનો ખડકલો થતાં સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો છે. - Divya Bhaskar
સેવાસીની સીમમાં ડોર ટુ ડોરની ગાડીઓનો ખડકલો થતાં સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો છે.
  • કર્મચારીઓના ટોળાથી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, પાર્કિંગ બાદ ડમ્પિંગ યાર્ડ બનવાની ભીતિ
  • કચરાનાં વાહનોની અવરજવરથી ફેલાતી દુર્ગંધથી રહીશો પરેશાન
  • જગા ભાડે લઇ 50થી વધુ વાહનોનો ખડકલો

સેવાસીમાં પાલિકાના ડોર-ટુ-ડોર વાહનોના કોન્ટ્રાક્ટરે ખેતીની જમીન ભાડે લઈ તેમાં 50થી વધુ વાહનો પાર્ક કરવાનું શરૂ કરતાં સમગ્ર વિસ્તારમાં વિરોધ ઉભો થયો છે. પશ્ચિમ વિસ્તારના વાસણા, ભાયલી, સેવાસી, દિવાળી પુરા, તાંદલજા, અલકાપુરી, જેપીરોડ, અકોટા, ગોરવા, ગોત્રી, લક્ષ્મીપુરા ,સુભાનપુરા, હરિનગર તેમજ નવા ગામોનો કચરો પાલિકાના ઝોનલ કોન્ટ્રાકટરના ડોર ટુ ડોરના વાહનોમાં લેવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટરે સેવાસીમાં એક ખેતરની જમીન ભાડે લઈને ત્યાં આડકતરી રીતે ટ્રાન્સફર સ્ટેશન બનાવી દીધું છે.

જેના કારણે, વાસણા,ભાયલી,સેવાસી રોડ પર સતત કચરા ભરેલા વાહનોની અવરજવર થતાં ફેલાતી દુર્ગંધથી રહીશો પરેશાન થઇ રહ્યાં છે. સેવાસીના આ પ્લોટને પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દેવાતાં ત્યાં દરરોજ સૌથી વધુ વાહનોનો ખડકલો કરાઇ રહ્યો છે અને તેમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પણ ત્યાં ટોળા થઈ રહ્યા છે અને તેના કારણે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.

આ પ્લોટ પર જ કેટલાક મજૂરો માટે ટેન્ટ બાંધી રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને સ્થાનિક રહીશોમાં ત્યાં ડંપિંગ યાર્ડ બની જશે તો તેવી ભીતિ ઉભી થઇ છે. રહીશોએ પાલિકામાં રજૂઆતો કરવાનું શરૂ કર્યું છે.સોલિડ વેસ્ટના વડા શૈલેષ નાયકે જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરને જગા પાલિકા તરફથી અપાઇ નથી ભાડે લીધી હશે.

તો ઉલટાની ગંદકી વધશે
આવા પાર્કિંગથી ઉલટાની ગંદકી વધશે અને કોરોનામાં સ્થિતિ સુધારવાના બદલે બગડશે. કહેવાતું ડંપિંગ યાર્ડ બંધ કરીને તેને અન્ય સ્થળે ખસેડાય તે લોક હિતમાં છે.” - પ્રદીપ પટેલ,સેવાસી

સતત દુર્ગંધ ફેલાય છે
પ્લોટ પાસેથી પસાર થતી વખતે માસ્ક પર પણ રૂમાલ મુકવો પડે તે હદે કચરાની ગંધ આવે છે. વાહનોની અવર જવર થતા રોગચાળાની ભીતિ છે. - સચિન ઠક્કર,દિવાળી પુરા

અન્ય સમાચારો પણ છે...