કેવડિયામાં વિરોધ:સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્થાનિકોના ગલ્લા અને કાઉન્ટર સહિતનો સમાન પોલીસ ઉઠાવી ગઇ, લોકોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચારો કર્યાં

વડોદરા18 દિવસ પહેલા
સ્થાનિકોએ રોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું
  • સત્તામંડળની બેધારી નીતિ સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું

તાજેતરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સ્ટેચ્યૂ પાસે કાચી દુકાનો થકી પેટીયું રડી રહેલા સ્થાનિક આદિવાસીઓ પાસે કેટલીક જગ્યા હતી, તેમાં 50 રૂપિયા 100 રૂપિયા લઇ પ્રવાસીઓની ગાડીઓ પાર્કિંગ કરાવતા હતા. જેનાથી તેમનું જીવન ચાલતું હતું. પરંતુ, આ પણ સ્થાનિક સત્તામંડળના અધિકારીઓએ મંદિર પાસે પાર્કિંગ કરાવતા યુવાનોને પાર્કિંગ બંધ કરાવ્યું હતું અને પોલીસ ગલ્લો અને કાઉન્ટર સહિત સમાન ઉઠાવી ગઇ હતી. જેને પગલે સ્થાનિકોએ રસ્તા પર બેસીને સરકાર વિરોધી સૂત્રોચ્ચારો કર્યાં હતા.

સ્થાનિકો ધરણા પર બેઠા
પ્રધાન મંત્રી નરેદ્ર મોદી હંમેશા સ્થાનિકોની વાત કરે છે. તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા સંકલન સમિતિમાં પ્રભરી મંત્રી સામે કેવડિયામાં સ્થાનિકોને રોજગારી મળે એ માટેની રજૂઆત કરી હતી, ત્યારે આજે રવિવારના દિવસે પ્રવાસીઓની સંખ્યા વધુ હોય સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે કેટલાક સ્થાનિકો નીચે બેસી વસ્તુઓ વેચતા હતા. જ્યારે મંદિર પાસેની ખુલ્લી જગ્યા પાસે પાર્કિંગ કરાવતા હતા. સત્તામંડળ અને પોલીસ ગલ્લો અને કાઉન્ટર સહિત સમાન ઉઠાવી ગઇ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સત્તામંડળની બેધારી નીતિ સામે સ્થાનિકોએ રોષ વ્યક્ત કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

લોકોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચારો કર્યાં
લોકોએ રસ્તા પર બેસીને સૂત્રોચ્ચારો કર્યાં

અમે ઉગ્ર આંદોલન કરીશું
આ બાબતે સ્થાનિક રહીશ દક્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે, સત્તામંડળ વાળા ઘડીએ ઘડીએ આવીને અમને ધંધો રોજગાર બંધ કરાવે છે. અમારી જગ્યામાં પાર્કિંગ કરાવીએ છે તે પણ નડે છે. કારણ કે, આઈસ્ક્રીમવાળો આધિકારીઓને મલાઈ આપે, પાર્કિંગ વાળો આપે તેમના ધંધા ચાલુ રાખે તેમને કશુ ના કહે અને અમે જાણે અહીંયા જન્મ લઈને ગુનો કર્યો હોય એમ અમને બંધ કરાવવા દોડી આવે, નીચે પથારા કઈ વસ્તુ વેચી લે તેમના પણ સમાન લઇ ગયા હતા. આ સ્થાનિકો માટે સત્તા મંડળ હિટલરશાહી અપનાવી રહ્યા છે, જે બંધ થવું જોઈએ નહીં તો અમે ઉગ્ર આંદોલન કરીશું.

સત્તામંડળ અને પોલીસ ગલ્લો અને કાઉન્ટર સહિત સમાન ઉઠાવી ગઇ
સત્તામંડળ અને પોલીસ ગલ્લો અને કાઉન્ટર સહિત સમાન ઉઠાવી ગઇ
અન્ય સમાચારો પણ છે...