હાલાકી:લોકલમાં પાસ હોલ્ડરોને મંજૂરી પણ એક્સપ્રેસમાં નહીં બેસી શકે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 58 ટ્રેનોમાં યાત્રા કરવા માટે પાસ હોલ્ડરોને છૂટ તો અપાઈ પણ જીઆર સાંજે આવતાં એકેય પાસ નીકળ્યો નહીં

કોરોના મહામારીને કારણે ગયા વરસે ટ્રેન વ્યવહાર બંધ થઇ ગયા બાદ 18 મહિના બાદ પાસ હોલ્ડરો વેસ્ટર્ન રેલવેની 58 રેલવે ટ્રેનમાં 15મી સપ્ટેમ્બરથી પુન: મુસાફરી કરી શકસે.પરંતુ પાસ હોલ્ડરો એકેય એકસપ્રેસ ટ્રેનમાં બેસી શકસે નહી.રેલવે તરફથી કોઈ સુુચના ના આવતાં મંગળવારે વડોદરા ડિવિઝનમાં એકેય પાસ નીકળ્યો ન હતો.રેલવે તરફથી જીઆર છેક સાંજે મંગળવારે 6-20 વાગે આવ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લીક રીલેશન ઓફિસર સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે‘ યાત્રીઓની સુવિધા અને તેમની માંગને ધ્યાને લઇ વેસ્ટર્ન રેલવેની 58 ટ્રેનોમાં 15મી સપ્ટેમ્બરથી પાસ હોલ્ડરો મુસાફરી કરી શકશે.રિવેલીડેસન છેાડીને પાસ આપવામાં આવશે.આ 58 ટ્રેનોમાં અમદાવાદ ડિવિઝનની 14,વડોદરા-ભાવનગરની 12-12,મુંબઇ સેન્ટ્રલ-રતલામ ડિવીઝનની 8-8 અને રાજકોટ ડિવિઝનની 4 ટ્રેનનો સમાવેશ થાય છે.

વડોદરા રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદિપ શર્માએ જણાવ્યું હતું કે ‘15મીથી પાસ હોલ્ડરો ટ્રેનમાં મુસાફરી કરી શકસે પરંતુ નિયત ટ્રેન સિવાયની ટ્રેનોમાં તેઓ મુસાફરી કરશે તો તેમને ટિકીટ વગરના યાત્રી ગણાશે. આ અંગે પાસ હોલ્ડર એસોસીયેશનના પ્રમુખ એામકારનાથ તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે ‘ રેલવેએ જાહેરાત તો કરી દીધી હતી પણ જીઆર સાંજે મોકલ્યો એટલે અનેક યાત્રીઓ પાસ કઢાવી શકયા ન હતા,જેથી તેમને ધક્કો ખાવો પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...