વડોદરા શહેર બહારથી પસાર થતાં નેશનલ હાઈવે 8 ઉપર વહેલી સવારે એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. આ ટ્રક પલટી ખાવાના કારણે હાઇવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. કપૂરાઈ ચોકડી પાસે બનેલા આ બનાવના પગલે કોઈને જાનહાની થઈ નથી. પરંતુ ટ્રાફિકજામ થવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. લગભગ એક કલાક ઉપરાંત ટ્રાફિકજામ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પલટી ખાઇ ગયેલી ટ્રકે રોડ બ્લોક કરી દીધો
મળેલી માહિતી પ્રમાણે શહેરના છેવાડે કપૂરાઈ ચાર રસ્તા પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર પ્લાયવુડ લઈને જતી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાવાના કારણે આખો રોડ બ્લોક થઈ ગયો હતો. પરિણામે અમદાવાદથી સુરત તરફ જતા વાહન વ્યવહાર ઉપર અસર પહોંચી હતી. અને વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ટ્રક પલટી ખાવાના કારણે ઓઈલ પણ રોડ ઉપર ઢોળાઈ ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ટ્રાફિક વ્યવહાર ખોવાઈ જવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી રોડ ઉપર ફસાઈ જવું પડ્યું હતું.
પ્લાયવુડ સીટો ટ્રકની બહાર કાઢી રોડ સાઇટ ગોઠવી
ટ્રક પલટી ખાવાના વહેલી સવારે ટ્રક પલટી ખાઈ ગઈ હોવાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો બચાવ કામગીરી ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કામગીરી શરૂ કરી હતી. તે સાથે હાઇવે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને ટ્રાફિક વધુ ન ખોરવાઇ તે માટે ટ્રાફિક નિયમન કર્યું હતું. બીજી બાજુ તંત્ર દ્વારા પલટી ખાઇ ગયેલી ટ્રકમાં ભરેલી પ્લાયવુડની સીટો ટ્રકમાંથી બહાર કાઢી રોડની સાઇટ ઉપર મુકી દેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડ, હાઇવે ટ્રાફિક પોલીસ કામે લાગી
ટ્રક પલટી ખાવાના કારણે રોડ ઉપર ઢોળાયેલા ઓઇલના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે પણ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. હાઇવે ટુ હાઇવે નોકરી-ધંધાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. લગભગ એક કલાક સુધી હાઇવે ઉપર ટ્રાફિક જામ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે વાડી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.