તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખર્ચ:નર્મદા નીર માટે મહિને રૂપિયા 8.55 લાખનું ભારણ

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરકારે પાણીદર વધારતાં પાલિકાનો ખર્ચ વધશે, પાલિકા ખાનપુરમાં રોજ 75 MLD પાણી લે છે

નર્મદામાંથી લેવાતા પીવાના પાણી અને ઔદ્યોગિક વપરાશના પાણી માટેના ભાવમાં રાજ્ય સરકારે માર્ચ 2021થી વધારો કરવાનું નક્કી કર્યું છે. જેથી વડોદરા પાલિકાને રોજનું 28500 રૂપિયાનું ભારણ વધશે. શહેરને મુખ્ય ત્રણ સ્રોતથી પીવાનું પાણી અપાય છે, જેમાં મહી, આજવા અને ખાનપુર નર્મદા કેનાલ આધારિત યોજનાનો સમાવેશ થાય છે. ખાનપુરમાંથી પાલિકા રોજ 75 એમએલડી એટલે સાડા સાત કરોડ લિટર પાણી રોજ વપરાશમાં લે છે અને તે પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને અપાય છે. નર્મદા નિગમને પાણી બદલ દર 1 હજાર લિટરે 3.80 મુજબ મહિને 87 લાખ બિલ ચૂકવાય છે.

સરકારે નર્મદાના પાણીના દરમાં 10 ટકાનો વધારો 3 માસ બાદ કરવાનું નક્કી કર્યું છે. નવા વર્ષમાં માર્ચ બાદ પીવાના પાણીના હાલના દરમાં 10 %નો વધારો કરાશે, પરિણામે 1 હજાર લિટર પર પાલિકાએ 38 પૈસા વધુ ચૂકવવા પડશે અને રોજ 28500 નર્મદા નિગમને વધુ ચૂકવવા પડશે.પાલિકાના પાણી પુરવઠાના ઇન્ચાર્જ એડી.સિટી એન્જિનિયર અમૃત મકવાણાએ જણાવ્યું કે, નિગમ તરફથી સત્તાવાર જાણ કરાઈ નથી અને હાલમાં દર મહિને 87 લાખ પાણી માટે ચૂકવાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો