તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:વધુ 102 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 71,066 પર પહોંચ્યો, નવા 1 એક મોત સાથે મૃત્યુઆંક વધીને 621 થયો

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વડોદરા શહેર જિલ્લામાં 2799 એક્ટિવ કેસ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 102 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 71,066 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર વધુ એક મોત સાથે મૃત્યુઆંક 621 પર પહોંચ્યો છે. આજ રોજ 568 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 67,646 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2799 એક્ટિવ કેસ પૈકી 92 દર્દી ઓક્સિજન ઉપર અને 66 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,428 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,066 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9609, પશ્ચિમ ઝોનમાં 11,720, ઉત્તર ઝોનમાં 11,650, દક્ષિણ ઝોનમાં 11,623 વડોદરા ગ્રામ્યમાં 26,428 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃસુભાનપુરા, ગોરવા, અકોટા, મકરપુરા, માંજલપુર, સોમા તળાવ, ફતેપુરા, જતેલપુર, વાઘોડીયા રોડ, ગોત્રી,શિયાબાગ, બાપોદ, છાણી, સમા, હરણી, અલકાપુરી,વડસર, આર.વી.દેસાઇ રોડ, વાસણા-ભાયલી રોડ,માણેજા, દંતેશ્વર, ફતેગંજ, નવીધરતી, કારેલીબાગ, વારસીયા, આજવા રોડ, રામદેવનગર.
ગ્રામ્યઃ- પાદરા, કરજણ (અર્બન), કરવણ, ભીલાપુર, સાંકરડા, રાયપુરા, સાધી, દારાપુરા, પદમલા, વાઘોડીયા, રૂસ્તમપુરા,વિરોદ,સિંધરોટ, ગોરજ,વાંકાનેર,પંચીયાપુર.