તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:પોઝિટિવ કેસનો આંક 71,741 પર પહોંચ્યો, મૃત્યુઆંક 623 પર સ્થિર અને કુલ 71,045 દર્દી રિકવર થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 73 થઈ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,741 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. ગત રોજ વધુ 15 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 71,045 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 73 એક્ટિવ કેસ પૈકી 8 દર્દી ઓક્સિજન ઉપર અને 5 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,708 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,741 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9652, પશ્ચિમ ઝોનમાં 11,875, ઉત્તર ઝોનમાં 11,735, દક્ષિણ ઝોનમાં 11,735, વડોદરા ગ્રામ્યમાં 26,708 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ અલકાપુરી, સુભાનપુરા, વાડી, તરસાલી, નવીધરતી
ગ્રામ્યઃ ચોકારી, કરજણ(અર્બન).