તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:વધુ 7 કેસ સાથે પોઝિટિવનો આંક 71,727 પર પહોંચ્યો, મૃત્યુઆંક 623 પર સ્થિર અને કુલ 71,011 દર્દી રિકવર થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં હાલ 93 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ભારે ઘટાડો નોંધાવાનું યથાવ છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 7 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 71,727 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજ રોજ 31 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. અત્યાર સુધીમાં કુલ 71,011 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 93 એક્ટિવ કેસ પૈકી 8 દર્દી ઓક્સિજન ઉપર અને 6 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,703 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,727 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9652, પશ્ચિમ ઝોનમાં 11,870, ઉત્તર ઝોનમાં 11,734, દક્ષિણ ઝોનમાં 11,732 વડોદરા ગ્રામ્યમાં 26,703 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ અલ્કાપુરી, અકોટા, નવાયાર્ડ, માંજલપુર
ગ્રામ્યઃ નવીનગરી મુવાલ,ધેમલપુરા,માંજરોલ.