તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:MS યુનિવર્સિટીમાં મહિલા ક્લાર્ક કોરોના સંક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ માટે બંધ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પોઝિટિવ કેસનો આંક 29 હજારને પાર કરી 29156 પર પહોંચ્યો
  • શહેર જિલ્લામાં મૃત્યુઆંક 252 અને કુલ 26774 દર્દી રિકવર થયા
  • શહેર જિલ્લામાં 171 દર્દી ઓક્સિજન અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે

વડોદરાની એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં આવી છે. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડીંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મહિલા ક્લાર્ક કોરોના સંક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ બંધ કરવામાં આવી છે. યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કર્મચારી કોરોના સંક્રમિત બની રહ્યા છે. જેથી કોરોનાનું વધતું સંક્રમણ યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બન્યો છે.

વડોદરામાં હાલ 2130 એક્ટિવ કેસ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 29,156 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 252 પર પહોંચ્યો છે. ગત રોજ વધુ 210 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 26,774 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2130 એક્ટિવ કેસ પૈકી 171 દર્દી ઓક્સિજન ઉપર અને 99 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1860 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8262 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 29,156 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4460, પશ્ચિમ ઝોનમાં 5075, ઉત્તર ઝોનમાં 5847, દક્ષિણ ઝોનમાં 5476, વડોદરા ગ્રામ્યમાં 8262 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બપોદ, કિશનવાડી, સુદામાપુરી, આજવા રોડ, વારસિયા, ફતેગંજ, કારેલીબાગ, નવાપુરા, પાણીગેટ, નવાયાર્ડ, નિઝામપુરા, સમા, સિયાબાગ, દાંડિયા બજાર, એકતાનગર, અભીલાષા ચાર રસ્તા, છાણી, ગાજરાવડી, વાઘોડિયા રોડ, યમુનામિલ, કપુરાઈ, દંતેશ્વર, તરસાલી, તાંદલજા, અટલાદરા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, ગોકુલનગર, વડસર
ગ્રામ્ય: મંજુસર, તડીયાપુર, સંઘાસર, વરણામા, પોર, ભાદરવા, ઇટોલા, પાંડુ, રાજનગર, લીમડી, પાદરા, વડુ, ડબકા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો