તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:કોરોના કાબૂમાં આવતાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઊંચક્યું, ડેન્ગ્યુના વધુ 20 કેસ, ચિકનગુનિયાના 4 કેસ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • એક જ દિવસમાં તાવના 682 કેસ અને ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 71,967 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. ગત રોજ 4 દર્દી ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 71,327 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. શહેરમાં કોરોના કાબૂમાં આવતાં મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે. ડેન્ગ્યુના વધુ 20 કેસ, ચિકનગુનિયાના 4 કેસ, એક જ દિવસમાં તાવના 682 કેસ અને ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા છે.

682 જેટલા લોકોને તાવની ફરિયાદ
વડોદરા શહેરમાં હવે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો બેકાબુ બની રહ્યો છે. વડોદરા શહેરમાં શનિવારે જીવલેણ ડેન્ગ્યુના 20 અને ચીકનગુનિયાના 4 નવા કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના 134 કેસ નોંધાયા હતા. તદુપરાંત 682 જેટલા લોકોને તાવની ફરિયાદ હોવાનું પાલિકાના ચોપડે નોંધાયું છે. ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે.

જેતલપુર અને નવાયાર્ડમાં કમળો અને તાંદલજામાં ટાઇફોઇડનો કેસ
અત્યાર સુધી શહેરમાં 493 જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચુક્યા છે. જ્યારે ચિકનગુનિયાના પણ 276 જેટલા કેસો પાલિકાના ચોપડે નોંધાયેલા છે. મચ્છર જન્ય રોગની સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળાનો પણ વાવાર ફેલાયો છે. પાલિકાની વિવિધ ટીમોએ 16 હજાર જેટલા મકાનોનો સર્વે કર્યો હતો. જેમાં 73 જેટલા કેસોમાં ઝાડા-ઉલ્ટી તેમજ 224 લોકોને તાવની બીમારી હોવાનું ચોપડે નોંધાયું છે. આ સિવાય જેતલપુર અને નવાયાર્ડમાં કમળો અને તાંદલજામાં ટાઇફોઇડનો કેસ સામે આવતા તંત્ર દોડતું થયુ હતું.

5,47,507 લોકોએ બીજો ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં 18 વર્ષથી ઉપરના 15 લાખ મતદારો પૈકી માત્ર 5,47,507 લોકોએ બીજો ડોઝ સાથે ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ શહેરમાં કુલ 12,60, 469 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે જે પૈકી બીજો ડોઝ લેનારની ટકાવારી 42 ટકા થાય છે. કદાચ રાજ્યમાં વડોદરા બીજો ડોઝ લેનારની કમ્પેરિઝનમાં ત્રીજા નંબરે આવી શકે છે.

રવિ-સોમ રસીકરણ બંધ રહેશે
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શનિવારે માત્ર 6597 લોકોએ રસી મુકાવી હતી. કોવિશીલ્ડનો જથ્થો માત્ર ચાર હજાર ડોઝનો આવ્યો હોવાને પગલે રસીકરણ ઓછું થયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા જન્માષ્ટમીને પગલે રવિ અને સોમવારે રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.