કોરોના વડોદરા LIVE:વધુ 521 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 67,364 થયો,નવા 4 મોત સાથે મૃત્યુઆંક 593 પર પહોંચ્યો

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વડોદરામાં શહેર જિલ્લામાં હાલ 8385 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણમાં ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 521 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67,364 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી નવા 4 મોત સાથે મૃત્યુઆંક વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર રીતે 593 પર પહોંચ્યો છે. આજ રોજ વધુ 774 દર્દીએ કોરોનાને માત આપી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 58,386 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 8385 એક્ટિવ કેસ પૈકી 317 દર્દી ઓક્સિજન ઉપર અને 201 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 25,044 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 67,364 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9258, પશ્ચિમ ઝોનમાં 10,939, ઉત્તર ઝોનમાં 11,158, દક્ષિણ ઝોનમાં 10,929 વડોદરા ગ્રામ્યમાં 25,0449 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
માંજલપુર, કારેલીબાગ, તાંદલજા, અકોટા, ઇલોરાપાર્ક, પાણીગેટ, એકતાનગર, કિશનવાડી, ફતેગંજ, વાઘોડીયા રોડ, અલકાપુરી, શિયાબાગ, આજવા રોડ, ગોત્રી, નાગરવાડા, સમા, સોમા તળાવ, માણેક, વાસણા રોડ,જતેલપુર, વારસીયા, ફતેપુરા, અટલાદરા, તરસાલી, વાઘોડીયા રોડ, હરણી, ન્યુ વી.આઇ.પી. રોડ, સુભાનપુરા,ગોરવા, વડસર
ગ્રામ્યઃ - ડભોઇ, સાવલી, પાદરા, કરજણ, શેરખી, વરસાડા, વરણમા, રણોલી, કંડારી, લતીપુરા, શિનોર, દિવેર, સેજાકુવા,દસરથ, અણખી, માનપુરા, બાજવા, વેજપુર, સમીયાલા, ઉડેરા, ડબકા, વાઘોડીયા, રૂસ્તમપુરા, પલાસા, ડેસર,બામણગામ, પલાસવાડા, ચોરભુજ, અંટોલી, વાંકાનેર, ગોરજ.