તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:વધુ 239 કેસ સાથે પોઝિટિવનો આંકડો 27 હજારથી વધીને 27,017 થયો, 1 મોત સાથે મૃત્યુઆંક 247 પર પહોંચ્યો, રિક્વર 25,731 થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં 129 દર્દી ઓક્સિજન અને 73 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યભરની જેમ વડોદરામાં પણ કોરોના સંક્રમણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં વધુ 239 કેસ સાથે કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 27017 પર પહોંચી ગયો છે. આ સાથે કોરોનાના કારણે વધુ એક મોત થતાં શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 247 પર પહોંચ્યો છે. આજે 108 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 25731 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1039 એક્ટિવ કેસ પૈકી 129 દર્દી ઓક્સિજન ઉપર અને 73 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 837દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 8055 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 27,017 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4049, પશ્ચિમ ઝોનમાં 4565, ઉત્તર ઝોનમાં 5333, દક્ષિણ ઝોનમાં 4979, વડોદરા ગ્રામ્યમાં 8055 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ બાપોદ, પાણીગેટ, આજવા રોડ, કિશનનવાડી, રામદેવનગર, દિવાળીપુરા, સુભાનપુરા, ગોકુલનગર, ગોત્રી, ગોરવા, વડસર, મકરપુરા, દંતેશ્વર, માણેજા, યમુનામીલ, માંજલપુર, કપુરાઇ, ગાજરાવાડી, છાણી, એકતાનગર, સમા,નવાયાર્ડ, કારેલીબાગ, ફતેપુરા, સવાદ
ગ્રામ્ય: દુમાડ, રણોલી, કરજણ, અનગઢ, કોયલી, ઉંડેરા , ચાણસદ, રણુ, સાધી, ડભોઇ અર્બન , પાદરા અર્બન

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ઓક્ષિવિનનો સ્વીકાર કર્યો.
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે ઓક્ષિવિનનો સ્વીકાર કર્યો.

ગોત્રી હોસ્પિટલને બે હાઈ ફલો ઓક્સિજન થેરાપી ડીવાઈસ મળ્યા
ગોત્રી જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ખાતે આજે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે મેક્સ વેન્ટિલેટર કંપની દ્વારા સખાવત રૂપે આપવામાં આવેલા અને કોવીડની સારવારમાં જીવન રક્ષક ઉપયોગીતા ધરાવતા બે હાઈ ફલો ઓક્સિજન થેરાપી ડીવાઈસ ઓક્ષિવિનનો સ્વીકાર કર્યો હતો અને કંપની ની મદદની તત્પરતા માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે જણાવ્યું કે 2020માં જ્યારે કોવીડ કટોકટી સર્જાઈ ત્યારે મેક્સ જેવા એકમોએ પ્રધાનમંત્રીના મેક ઈન ઈન્ડિયાના સૂત્રને સાકાર કરતા ઘણાં જીવન રક્ષક તબીબી ઉપકરણો બનાવ્યા અને તંત્રને પૂરા પાડ્યા. તે સમયે પણ આ કંપની એ વિશ્વમાં, દેશમાં અને રાજ્યમાં જ્યારે આ પ્રકારના જીવન રક્ષક તબીબી સાધનોની મોટી માંગ હતી ત્યારે ગોત્રી અને સયાજી હોસ્પિટલોને જરૂરી સંખ્યામાં વેન્ટિલેટર પૂરા પાડ્યા હતા.તે સમયે લોકફાળા થી આ ઉપકરણો ની કિંમત ચૂકવવા માં થયેલો વિલંબ ખમી લીધો હતો.આજે નવેસર થી તેમને સરકારી દવાખાનાઓને મદદ રૂપ થવાનો જે ઉત્સાહ બતાવ્યો છે એ ધન્યવાદ ને પાત્ર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો