તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:વધુ 69 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 25,504 થયો, MS યુનિ.ના મેથેમેટિક વિભાગના હેડ અને બે મહિલા કાઉન્સિલર કોરોનાગ્રસ્ત

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા કોરોના આઈસોલેશન વોર્ડની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરા કોરોના આઈસોલેશન વોર્ડની ફાઈલ તસવીર.
  • 95 દર્દી ઓક્સિજન અને 41 દર્દી વેન્ટિલેટર ઉપર

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વધુ 69 કેસ પોઝિટિવ સાથે વડોદરા શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 25,504 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 242 પર સ્થિર રહ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં નવા 66 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 24687 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 615 એક્ટિવ કેસ પૈકી 95 દર્દી ઓક્સિજન ઉપર અને 41 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 479 દર્દીની હાલત સ્થિર છે. વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના મેથેમેટિક વિભાગના હેડ કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે મહાશિવરાત્રીના દિવસે નીકળેલી શિવજી કી સવારી માં ભાગ લેનાર કાઉન્સિલર જ્યોતિબેન પટેલ અને રીટાબેન આચાર્ય કોરોના પોઝિટિવ થયા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7707 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25504 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3785, પશ્ચિમ ઝોનમાં 4216, ઉત્તર ઝોનમાં 4999, દક્ષિણ ઝોનમાં 4661, વડોદરા ગ્રામ્યમાં 7807 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ અકોટા, નવાપુરા, કપુરાઇ, શીયાબાગ, માણેજા, સુભાનપુરા, સવાદ, વડસર, રામદેવનગર, દિવાળીપુરા, ગોત્રી, માંજલપુર
ગ્રામ્યઃ કરખડી, પાદરા, વાઘોડીયા, ઉંડેરા, કરજણ, મુજપુર, સાધલી, જરોદ, ભાયલી