તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:નવા 3 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 71,923 પર પહોંચ્યો, રિકવરી રેટ 99.10 ટકા, 2 દર્દીની હાલત ગંભીર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 21 નોંધાઈ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71923 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 2 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 71279 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. જેથી રિકવરી રેટ 99 ટકાને પાર કરી 99.10 ટકા પર પહોંચી ગયો છે. જોકે, શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે.

એક વેન્ટિલેટર અને 1 દર્દી ઓક્સિજન પર
વડોદરા શહેરમાં ગત રોજ કોરોનાના નવા 3 કેસ ફતેપુરા અને વડસર વિસ્તારમાં નોંધાયા હતા. હાલમાં શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 21 એક્ટિવ દર્દીઓ પૈકી એકને વેન્ટિલેટર પર અને 1 દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાને લીધે શહેરમાં 19 દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,755 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,923 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9663 પશ્ચિમ ઝોનમાં 11,925, ઉત્તર ઝોનમાં 11,772, દક્ષિણ ઝોનમાં 11,772, વડોદરા ગ્રામ્યમાં 26,755 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ ભક્તિ ટેનામેન્ટ, ફતેપુરા, વડસર

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો
ડેન્ગ્યુના કેસ નવાપુરા, તરસાલી, વડસર, હરણી, તાંદળજા, અકોટા, સમા, વારસિયા, જેતલપુર, નવીધરતી, ગાજરાવાડી અને દંતેશ્વર વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે રામદેવનગર, કપુરાઇ, નવીધરતી, માંજલપુર, જેતલપુર, તરસાલી અને વારસિયામાં ચિકનગુનિયાના કેસ જોવા મળ્યા છે. વાહકજન્ય તાવના 402 કેસ મળ્યા હતા. જ્યારે પાણીજન્ય રોગ નિવારણ કામગીરીમાં શંકાસ્પદ કમળાના 3, ઝાડાના 872, ઝાડા-ઊલટીના 95 તથા તાવના 169 કેસ મળ્યા હતા. પાણીના ક્લોરિનનો ટેસ્ટ કરતા 2139માંથી 53 નેગેટિવ મળ્યા હતા.

10,662 લોકોએ રસી મુકાવી
શહેરમાં ગત રોજ 10,662 લોકોએ રસી મુકાવી હતી. 18 વર્ષથી ઉપરના 3878 લોકોએ પ્રથમ ડોઝ અને 2338 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 45 વર્ષથી ઉપરના 1976 લોકોએ પ્રથમ અને 942 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 257 લોકોએ પ્રથમ અને 471 લોકોએ બીજો ડોઝ લીધો હતો.