કોરોના વડોદરા LIVE:વધુ 82 કેસ સાથે પોઝિટિવનો આકંડો વધીને 71,239 થયો,મૃત્યુઆંક 621 પર સ્થિર, રિક્વરની સંખ્યા 68,484 થઈ

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેર જિલ્લામાં હાલ 2134 એક્ટિવ કેસ

કોરોના સંક્રમણના વળતા પાણી સતત ચાલી રહ્યાં છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં નવા 82 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 71,239 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 621 પર સ્થિર રહ્યો છે. આજ રોજ 423 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેથી અત્યાર સુધીમાં કુલ 68,484 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2134 એક્ટિવ કેસ પૈકી 75 દર્દી ઓક્સિજન ઉપર અને 51 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,501 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,239 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9623, પશ્ચિમ ઝોનમાં 11,759, ઉત્તર ઝોનમાં 11,674, દક્ષિણ ઝોનમાં 11,646 વડોદરા ગ્રામ્યમાં 26,501 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃમાંજલપુર, સમા, કારેલીબાગ, સુભાનપુરા, વાસણા-ભાયલી રોડ, ગોરવા, ગોત્રી, દંતેશ્વર, મકરપુરા, પ્રતાપનગર,ફતેપુરા, હરણી, સવાદ, છાણી, આજવા રોડ, કિશનવાડી, અકોટા, જતેલપુર, તરસાલી, નિઝામપુરા, પાણીગેટ,નવીધરતી, વારસીયા.
ગ્રામ્યઃડભોઇ, કરજણ, અનગઢ, શિનોર, સાધી, સીમલી, ટીંબરવા, મુવાલ, રણોલી, સિંધરોટ, ડબકા, ભાયલી,ભિલોડીયા, અંકોડીયા, મોટા ફોફલીયા, પ્રથમપુરા.