તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:વધુ 91 કેસ સાથે પોઝિટિવ કેસનો આંક 71,157 પર પહોંચ્યો, મૃત્યુઆંક 621 પર સ્થિર રહ્યો, રિક્વરની સંખ્યા 68,061

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • વડોદરા શહેર જિલ્લામાં 2475 એક્ટિવ કેસ

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં વધુ 91 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 71,157 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર રીતે નવું મોત ન નીપજતા મૃત્યુઆંક 621 પર સ્થિર રહ્યો છે. આજ રોજ 415 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 68,061 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 2745 એક્ટિવ કેસ પૈકી 83 દર્દી ઓક્સિજન ઉપર અને 59 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,468 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,157 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9617, પશ્ચિમ ઝોનમાં 11,738, ઉત્તર ઝોનમાં 11,664, દક્ષિણ ઝોનમાં 11,634 વડોદરા ગ્રામ્યમાં 26,468 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃઅટલાદરા, અલકાપુરી, ફતેગંજ, ગોત્રી, મકરપુરા, સવાદ, ફતેપુરા, નાગરવાડા, શિયાબાગ, દિવાળીપુરા, દંતેશ્વર, ગોરવા, માંજલપુર, યમુનામીલ, સમા, કારેલીબાગ, વાડી, આજવા રોડ, માણેજા, વડસર, ખોડીયારનગર,કપુરાઇ, નવાપુરા, રાજમહલ રોડ, હરણી.
ગ્રામ્યઃ- ડભોઇ, પાદરા, ડબકા, ફાજલપુર, બીલ, સોખડા, કોયલી, ધનીયાવી, ભિલાપુર, રવાલ, ઇટોલા, શિનોર, અનગઢ,નંદેસરી, સેવાસી, વાઘોડીયા, ગોરજ.