તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:વોર્ડ નં 13ના ચૂંટણી કાર્યાલયમાંથી ભાજપના કાર્યકરોની યાદી ગાયબ

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભાજપી કાર્યકરનું કારસ્તાન!
 • પકડાઈ જવાના ડરે યાદી ટેબલના ખાનામાં પાછી મૂકી દેવાઇ

વોર્ડ 13માં ભાજપ ચૂંટણી કાર્યાલયમાંથી બૂથ લેવલના કાર્યકરોની યાદી ચોરાઇ ગઇ હોવાની ઘટના બની હતી. ટિકિટ ન મળવાથી કોઈ નારાજ કાર્યકરે અટકચાળું કર્યું હતું. જોકે બાદમાં યાદી ફરી મૂકી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી કરવા ઇચ્છુક દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. સંખ્યાબંધ દાવેદારોની ટિકિટ કપાઇ જતાં નારાજગી જોવા મળી છે. કાર્યકરો નિષ્ક્રિય થઇ જવાથી લઇને વિરોધમાં પ્રચાર કરતા હોવાનું બહાર આવ્યું છે.

આવી એક ઘટનામાં ભાજપમાંથી ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરે વોર્ડ 13ના ચૂંટણી કાર્યાલયમાંથી ઇલેક્શનના દિવસે બૂથમાં જે કાર્યકરોને કામગીરી સોંપવાની હોય તેની યાદી ગાયબ કરી દેતાં દોડધામ મચી હતી. જોકે બાદમાં પકડાઇ જવાના ડરે યાદી ગાયબ કરનારા કાર્યકરે ચૂપચાપ ટેબલના ખાનામાં પરત મૂકી દીધી હોવાનું જાણવા મળ્યું છે. વોર્ડ 13ના પ્રમુખ નલીન પોથીવાલાએ જણાવ્યું કે, કોઇ કાર્યકર નારાજ હોવાથી યાદી લઇ ગયો હશે, પરંતુ ભૂલ સમજાતાં પરત મૂકી ગયો છે. ભાજપના કાર્યકરોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને આંતરિક જૂથબંધી પણ બહાર આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો