વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી 2.69 લાખનો દારૂ જપ્ત, અમિતનગર પાસે રિક્ષા પલટી જતાં ચાલકનું મોત

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
દરજીપુરાથી દારૂ સાથે શખ્સ ઝડપાયો. - Divya Bhaskar
દરજીપુરાથી દારૂ સાથે શખ્સ ઝડપાયો.

વડોદરા PCBને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે પર દરજીપુરા આરટીઓ પાસે નિલકંઠ એસ્ટેટમાં ન્યુ સુપ્રીમ ફ્રેઇટ કેરિયન નામની ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે. જેના આધારે દરોડો પાડતા ગોડાઉનમાંથી દારૂનો જથ્થો ભરેલ કાર મળી આવી હતી. પોલીસે આ મામલે 2 લાખ 69 હજારના દારૂ તેમજ કાર મળી કુલ 4 લાખ 19 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ ગોલુ સુરેશ નાઇઠા (રહે. ગામ. મનીયા દુર્ગાદેવી કોલોની, જી. ધોલપુર, રાજસ્થાન)ને ઝડપી લીધો છે. તેમજ છોટુ અને સોનુ ઉર્ફે અંકિતને વોન્ટેડ જાહેર કરાયા છે.

અમિતનગર બ્રિજ પાસે રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શહેરના વીઆઇપી રોડ પર અમિતનગર બ્રિજ પાસે રિક્ષાચાલક મહેશભાઇ કાનજીભાઇ વણકરની રિક્ષા એક બાઇક ચાલકને બચાવવા જતાં પલટી ગઇ હતી. જેથી મહેશભાઇને ઇજાઓ થઇ હતી અને તેઓ ઘરે ગયા હતા. જ્યાં તેમને શ્વાલ સેવામાં તકલીફ થતાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગઇ ગયા હતા. દરમિયાન ડોક્ટરે ઇજાગ્રસ્તને મૃત જાહેર કર્યા હતા.

સયાજી હોસ્પિટલમાંથી ટુ-વ્હિલરની ચોરી
શહેરના છાણી વિસ્તારમાં રહેતા વિક્રમ ઇશ્વરભાઇ ભારતીયા તેમના ભાઇની ખબર પૂછવા માટે સયાજી હોસ્પિટલ ગયા હતા. જ્યાં તેમણે ઇમર્જન્સી વિભાગની સામે એક્ટિવા પાર્ક કર્યું હતું. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી બહાર આવ્યા તો તેમનું ટુ-વ્હિલર ચોરાઇ ગયું હતું. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.