• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Liquor Worth 1 Crore Was Caught In Vadodara In 5 Days, Liquor Worth 36 Lakhs Was To Be Sent To Ahmedabad Kheda, It Was Not Caught, Where Did It Go!

ચૂંટણી ટાણે ગુજરાતમાં દારૂની હેરાફેરી:વડોદરામાં 5 દિવસમાં 1 કરોડનો દારૂ પકડાયો, 36 લાખનો દારૂ તો અમદાવાદ-ખેડા મોકલવાનો હતો, નથી પકડાયો તે ક્યાં ગયો!

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચણાના છોતરાની આડમાં વડોદરા તરફ આવી રહેલો રૂપિયા 25.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો. - Divya Bhaskar
ચણાના છોતરાની આડમાં વડોદરા તરફ આવી રહેલો રૂપિયા 25.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો.

આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વે વડોદરા શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસમાં વડોદરા જિલ્લામાં 1 કરોડ જેટલી કિંમતનો દારૂ પકડાયો છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની ચેકપોસ્ટ પરથી ઠેકેદારો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ થઈ રહ્યા છે અને બેરોકટોક દારૂ વડોદરા સુધી પહોંચી જાય છે. આ તો એક કરોડનો દારૂ પકડાઈ ગયો, બાકી જે દારૂ પકડાયો નથી, તે ક્યાં ગયો તે સૌથી મોટો સવાલ છે.

ભરથાણા ટોલનાકા પાસેથી 36.91 લાખનો દારૂ ઝડપાયો
4 દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી રૂા.36.91 લાખ અને આજોડ પાસેથી પસાર થતા એક્સપ્રેસ વે પાસેથી રૂા.23.89 લાખ સહિત કુલ રૂા.60.81 લાખના દારૂનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો હતો. LCBએ કુલ રૂા.80.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે.

LCBના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આઈદાનરામ જેહારામ જાટ તેમજ વિનસિંગ લાલસીંગ રાવણા (બંને કોલું, બાયતું, બાડમેર, રાજસ્થાન) અને ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી વધુ તપાસ માટે પોલીસે ત્રણેયના 14 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છે. બંને જગ્યાએ પકડાયેલા દારુ પૈકીનો જથ્થો અમદાવાદ અને ખેડા મોકલવાનો હતો. બંને સ્થળોએ કોને દારૂ આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

એક્સપ્રેસ હાઈવે ુપાસેથી દારૂનું કન્ટેનર પકડાયું
વડોદરા ગ્રામ્ય જિલ્લા એલસીબીના પીએસઆઇ કે.એ.પટેલ અને તેમની ટીમ ચૂંટણીને ધ્યાને રાખીને દારૂની હેરફેર અટકાવવા વોચમાં હતી. દરમિયાન કન્ટેનરમાં દારૂ અમદાવાદ તરફ જતો હોવાની માહિતી મળી હતી. જેને પગલે આજોડની સીમમાં પસાર થતા એક્સપ્રેસ હાઈવે નજીકથી કન્ટેનર પકડ્યું હતું. જેમાંથી રૂા.23.89 લાખની વિદેશી દારૂની 13,080 બોટલો મળી હતી. કન્ટેનરના ચાલક ધરમપાલ બનવારીલાલ ગુર્જર (રહે. ભેરુબાંસ ઝાંઝર, જિ.ઝુનઝુન, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં દારૂનો જથ્થો ભિવંડી મહારાષ્ટ્રથી મીર સુભાષ ગુર્જર (દેવપુરા)એ ભરાવ્યો હતો અને અમદાવાદ ખાતે ડિલિવરી કરવાનું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂ સહિત રૂા.30.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

છેલ્લા 5 દિવસમાં વડોદરા જિલ્લામાં 1 કરોડ જેટલી કિંમતનો દારૂ પકડાયો છે.
છેલ્લા 5 દિવસમાં વડોદરા જિલ્લામાં 1 કરોડ જેટલી કિંમતનો દારૂ પકડાયો છે.

ચણાના છોતરાની આડમાં લવાતો 25.68 લાખનો દારૂનો ઝડપાયો
વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે ચણાના છોતરાની આડમાં વડોદરા તરફ આવી રહેલો રૂપિયા 25.68 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડી બૂટલેગરોનો દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો હતો. વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચૂંટણી હોવાથી જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વડોદરા-હાલોલ રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અનાર્મ હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ, સિધ્ધરાજસિંહ શક્તિસિંહને ગોધરા તરફથી વિદેશી દારુનો જથ્થો ભરેલી ટ્રક પસાર થવાની છે.

છોતરા જોઇ પોલીસ ચોંકી ઉઠી
તેમણે વધુમાં જણાવ્યું કે, બાતમી મળતા જ એલ.સી.બી.ની ટીમ આમલીયારા બસ સ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઇ ગઇ હતી. દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા જ પોલીસે ટ્રકને રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતા ચણાના છોતરા જણાઇ આવ્યા હતા. પોલીસે વધુ તપાસ કરતા પોલીસને વિદેશી દારુની 428 પેટી મળી આવી હતી. પોલીસે દારૂનો મોટો જથ્થો જોતા ચોંકી ઉઠી હતી. ટ્રકમાં દારૂનો જથ્થો લઇને આવી રહેલા ટ્રકચાલક પ્રકાશ લાધુરામ બિશ્નોઇ રહે વાડાનયા તા.બાગોડ જી.ઝાલોર (રાજસ્થાન)ની અટકાયત કરી લીધી હતી.

પોલીસે 24,40,776 મુદામલ સાથે એકની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે 24,40,776 મુદામલ સાથે એકની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જરોદ પોલીસ મથકમાં ફરિયાદ
પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂના જથ્થા અંગે ટ્રકચાલક પ્રકાશ બિશ્નોઇની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો તેના શેઠ કાલુભાઇ (રહે. હરીયાણા)એ હિસ્સાર ખાતેથી આપ્યો હતો. ગુજરાતના જામનગર પહોંચીને શેઠ કાલુને ફોન કરવાનો હતો. તેઓ ત્યાંથી સુચના આપે ત્યાં લઇ જવાનો હતો. આ બનાવ અંગે જરોદ પોલીસ મથકમાં પ્રકાશ બિશ્નોઇ અને દારૂનો જથ્થો મોકલનાર હરિયાણાના કાલુ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

428 પેટી દારૂ પકડાયો
પોલીસે રૂપિયા 25,68,000ની કિંમતનો ભારતીય બનાવટની દારૂ ભરેલી 428 નંગ પેટી, મોબાઇલ ફોન, ટ્રક મળી કુલ રૂપિયા 35,06,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે ટ્રકચાલક પ્રકાશ બિશ્નોઇની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે વડોદરા-હાલોલ રોડ ઉપર આમલીયારા ગામ પાસેથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઇ હતી.

ડભોઇના ખાંડિયા કુવા નજીકથી બાઇક પર દારૂ સાથે બે ઝડપાયા.
ડભોઇના ખાંડિયા કુવા નજીકથી બાઇક પર દારૂ સાથે બે ઝડપાયા.

ટેમ્પામાં વેલ્ડિંગ રોડની આડમાં લઈ જવાતો 8.55 લાખનો દારૂ ઝડપાયો
5 દિવસ પહેલા બાતમીના આધારે વડોદરા જિલ્લા LCB પોલીસના જવાનો કરજણ તાલુકાના કુરાલી ગામ પાસે વોચમાં હતા, ત્યારે બાતમી આધારિત આઇસર ટેમ્પો આવતા ટેમ્પામાં વેલ્ડિંગ રોડની આડમાં વિદેશી દારૂનું જથ્થો મળી આવ્યો હતો. જેમાંથી પોલીસે વિદેશી દારૂની કુલ 4716 નંગ બોટલો કિંમત 8,55,600 તેમજ ટેમ્પો કિંમત 10 લાખ, એક નંગ મોબાઈલ 10000 રૂપિયા, વેલ્ડીંગ રોડના બોક્સ 252 નંગ 5,75,176 રૂપિયા આમ કુલ મળીને પોલીસે 24,40,776 મુદામલ સાથે એકની ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે પાર્થ સોનુ ઉર્ફે ડીજે રાજુભાઈ પ્રજાપતિ રહે. રતિલાલ પાર્ક સોસાયટી નાયરા પેટ્રોલ પંપ નજીક કલાદર્શન ચાર રસ્તા વાઘોડિયા રોડ વડોદરાની ધપકડ કરી હતી. જ્યારે પોલીસને જોઈને નાસી છુટેલા જયેન્દ્ર ઉર્ફે ગલો મોહનભાઈ તડવી રહે. રામદેવ નગર- 2 સરદાર એસ્ટેટ આજવા રોડ વડોદરા તેમજ આઇસર ટેમ્પાનો ડ્રાઇવર અને સુરત ખાતે વિદેશી દારૂ મંગાવનાર કલ્પેશ નામનો માણસ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર આમ કુલ મળીને 5 ઈસમ સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...