દારૂની હેરાફેરી:વડોદરાના ભરથાણા ટોલનાકા પાસે કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા 12.86 લાખના દારૂનો ઝડપાયો, ચાલકની ધરપકડ

વડોદરા12 દિવસ પહેલા
કન્ટેનરમાં મેડીકલ વપરાશના સાધનો હોવાના ખોટા બિલ મળી આવ્યા.
  • કન્ટેનરમાંથી દારૂની 5160 બોટલ મળી
  • દારૂ અમદાવાદ આપવા જતા ઝડપાયો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસે બાતમીના આધારે કન્ટેનરમાં લઇ જવાતો રૂપિયા 12.86 લાખના દારુનો વિપુલ જથ્થો જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. આ જથ્થો કન્ટેનરમાં લઈ જવાતો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મુંબઇના ભીવંડીથી દારુ ભરીને અમદાવાદના વિનેશ પટેલ નામના બુટલેગરને આપવાનો હોવાનું બહાર આવ્યું છે.

કુલ 22,96,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે
જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે એક કન્ટેનર ટ્રકમાં મહારાષ્ટ્રથી દારૂ ભરીને કરજણ થઇને વડોદરા હાઇવે પરથી અમદાવાદ તરફ જવાનું છે., પોલીસે કરજણ ભરથાણા ટોલનાકાપાસે વોચ ગોઠવી કન્ટેનરને અટકાવ્યું હતું અને તેના ચાલક રાજેશ કુમાર સોહનલાલ જટાણા (રહે, હરિયાણા)ને નીચે ઉતારી તપાસ કરતાં કન્ટેનરમાંથી દારુની 5160 બોટલ (કિંમત રૂપિયા 12,86,400 ) મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનર અને દારૂ મળી 22,96,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. હરિયાણાના પણ હાલ ભીવંડી મુંબઇમાં રહેતા વિકાસ શર્માએ દારૂ ભરીને અમદાવાદના વિનેશ પટેલને આપવાનો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું હતું.

દારૂ ભરીને અમદાવાદના વિનેશ પટેલને આપવાનો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું.
દારૂ ભરીને અમદાવાદના વિનેશ પટેલને આપવાનો હોવાનું તપાસમાં જણાઇ આવ્યું.

દારૂનો જથ્થો પકડાતા બૂટેલગરોમાં ફફડાટ
તાજેતરમાં જરોદ પાસે પકડાયેલા દારૂના વિશાળ જથ્થા બાદ તુરત જ કરજણ હાઇવે પર દારૂનો વિશાળ જથ્થો પકડાતા બૂટેલગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે કન્ટેનર ચાલક રાજશ જટાણા પાસેથી કન્ટેનરમાં મેડીકલ વપરાશના સાધનો હોવાના ખોટા બિલ મળી આવ્યા હતા. જેથી પોલીસે વધુ તપાસ કરતાં કન્ટેનર ટ્રકના કાગળોમાં તથા વાહનમાં અલગ અલગ ચેસીસ નંબર અને એન્જિન નંબરો જોવા મળ્યા હતા. જેથી પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી હતી.