દારૂનો જથ્થો ઝડપાયો:વડોદરાના કોટંબી ગામ નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ સ્થિત ગોડાઉનમાંથી 19.83 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા2 મહિનો પહેલા
રૂપિયા 19.83 લાખની કિમતનો દારૂનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 26.32 લાખનો મુદ્દામાલ કબજે.
  • તહેવાર ટાણે દારૂ રસિયાઓને તરબતર કરવા માટે લવાયેલો દારૂ ઝડપાયો
  • શાહ ઇન્ડ. એસ્ટેટમાંથી 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત, 5ની શોધખોળ: અગાઉ 30 લાખનો દારૂ ઝડપાયો હતો
  • પોલીસની આંખમાં ધૂળ નાખવા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં દારૂ છુપાવી સપ્લાયનો બૂટલેગરોનો નવો કીમિયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આગમન પહેલા વડોદરા ગ્રામ્ય એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. તહેવાર ટાણે દારૂ રસિયાઓને તરબતર કરવા માટે કોટંબી ગામ નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ સ્થિત ગોડાઉનમાં દારૂ લવાયો હતો. પોલીસે રૂપિયા 19.83 લાખની કિમતનો દારૂનો જથ્થો મળી કુલ્લે રૂપિયા 26.32 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે, પણ તેનો અમલ કેટલી કડકાઈ પૂર્વક કરવામાં આવી રહ્યો છે તે તો સૌ કોઈ જાણે છે. બુટલેગરો સામે પાસા સુધીની કડક કાર્યવાહી છતાં દારૂનું વેચાણ અટકવાનું નામ નથી લેતું. હાલ નવરાત્રિ બાદ દિવાળીને હવે જૂજ સમય બાકી રહ્યો છે. ત્યારે તહેવાર ટાણે રસિયાઓને દારૂ પૂરો પાડવા માટે મોટા જથ્થામાં દારૂ શહેરમાં ઠલવાઇ રહ્યો છે. જો કે આ સમયે પોલીસ પણ સક્રિય રહીને દારૂના મોટા જથ્થાને પકડી પાડવામાં અગ્રેસર છે. આજે વડોદરા ગ્રામ્ય એલસીબી પી.આઇ. ડી.બી. વાળાને બાતમી મળી હતી કે બે બાઇકોના પાયલોટિંગ સાથે મોટા જથ્થામાં દારૂ કોટંબી ગામ નજીક આવેલા શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટમાં લાવવામાં આવી રહ્યો છે. પોલીસે બાતમી વાળી જગ્યાએ ખાનગી વાહનોમાં પહોંચીને તપાસ કરતા તેઓ પણ દારુનો જથ્થો જોઇ ચોકી ઉઠ્યા હતા.

બે ટેમ્પો અને એક બાઈક પણ કબજે લેવામાં આવી.
બે ટેમ્પો અને એક બાઈક પણ કબજે લેવામાં આવી.

ગોડાઉન ભાડે રાખી દારૂ સંતાડ્યો હતો
શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા પ્લોટ નંબર 39નું ગોડાઉન ભાડે રાખી તેમાં રૂ. 19.83 લાખના દારૂનું કટિંગ હાથ ધરવામાં આવવાનું હતું. પરંતુ પોલીસે દરોડો પાડી પ્લાન ફ્લોપ કરી દીધો હતો. પોલીસે લાઈટબીલના આધારે ગોડાઉન મલિક ગીરીશભાઈ પાટીલ, વડોદરાની પૂછપરછ હાથ ધરી હતી. તેની પૂછપરછ દરમિયાન ગોડાઉન રવિ વૈષ્ણવ, રહે - જોધપુર, રાજસ્થાને ભાડે આપ્યું હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે દારૂ સહિત રૂ. 26.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

દારૂનું કટિંગ હાથ ધરવામાં આવે તે પહેલાં પોલીસે દરોડો પાડી પ્લાન ફ્લોપ કરી દીધો.
દારૂનું કટિંગ હાથ ધરવામાં આવે તે પહેલાં પોલીસે દરોડો પાડી પ્લાન ફ્લોપ કરી દીધો.

આ મામલે પકડવાના બાકી આરોપીઓ

  • શ્રવણ બીસનોઈ - ઝલોર, રાજસ્થાન
  • જગદીશ બીસનોઈ - ઝલોર, રાજસ્થાન
  • ઉર્સખાન પીર ખાન - ઝલોર, રાજસ્થાન
  • રવિ વૈષ્ણવ - જોધપુર, રાજસ્થાન

રાજસ્થાનના રવિ વૈષ્ણવે દારૂ માટે ગોડાઉન ભાડે રાખ્યંુ હતું
પોલીસે જણાવ્યું હતું કે, લાઇટ બિલના આધારે ગોડાઉનના માલિક ગિરીશ ભાસ્કરરાવ પાટીલ (રહે, વડોદરા)એ આ ગોડાઉન રવિ સિદ્ધનાથ વૈષ્ણવ (રહે, રાજસ્થાન)ને ગત 3 સપ્ટેમ્બરે ભાડા કરારથી ગોડાઉન ભાડે આપેલું હતું. ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા માટે રવિએ આ ગોડાઉન ભાડે રાખી રાજસ્થાનથી દારૂ મગાવ્યો હતો.