તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:આત્મનિર્ભરના ફોર્મ માટે વૉર્ડ કચેરીમાં સવારથી જ લાઇનો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાની વોર્ડ કચેરીમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ માટે સવારે છ વાગ્યાથી લાઈનો પડી રહી છે અને સોસિયલ ડિસ્ટનસિંગ ના લીરેલીરા ઊડી રહ્યા છે. સરકાર લારી ગલ્લા ધારકો સહિતના સ્ટ્રીટ વેંડર્સ તેમજ અન્ય લોકો માટે આત્મનિર્ભર યોજના જાહેર કરી છે જેમાં દસ હજાર રૂપિયા સુધીની લોન આપવામાં આવશે.

આ યોજના માટેના ફોર્મ લઇ તેને ભરવા માટે થોડી કચેરીઓમાં વ્યવસ્થા રાખવામાં આવી છે. સરકારી યોજનાનો લાભ લેવા વોર્ડ નંબર 8 સહિતની તમામ વોર્ડ કચેરીઓમાં વહેલી સવારથી ધામા નાખવામાં આવી રહ્યા છે અને છ વાગ્યાથી લાઈનમાં ઊભા રહેતા લોકોનો 4 કલાકે વારો આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...