તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:જનસેવા કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી લાઇનો લાગી, પહેલા દિવસે બમણી અરજી ,સ્કૂલોમાં સતત બીજા વર્ષે મોબાઇલ જ બ્લેકબોર્ડ

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
જનસેવા કેન્દ્ર - Divya Bhaskar
જનસેવા કેન્દ્ર
  • સરકારી અને ખાનગી કચેરીઓ 100% સ્ટાફ સાથે કાર્યરત, 59 દિવસે ખૂલેલા જનસેવા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત મુકાયો

સરકારી-ખાનગી કચેરીઓ સોમવારથી 100 ટકા કર્મચારીઓ સાથે કાર્યરત થઈ હતી. બે મહિના બાદ ખૂલી રહેલા જનસેવા કેન્દ્રો પૈકી નર્મદાભવન સ્થિત કેન્દ્ર ખાતે સવારથી જ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. જનસેવા કેન્દ્ર પર કોઈ અંધાધૂંધી ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ખડકાયો હતો. જ્યારે લોકો લાઈનમાં ઊભા રહે તે માટે બેરિકેટિંગ પણ કરાયાં હતાં. જોકે જનસેવા કેન્દ્રો ખાતે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

નર્મદા ભુવન જનસેવા કેન્દ્રમાં 545 અરજીઓ સ્વીકારાઈ હતી. આમ અરજીઓમાં બમણો વધારો થયો હતો.જયારે સ્કૂલોમાં સતત બીજા વર્ષે ઓનલાઇન કલાસ શરૂ થયા હતા. જેમાં બાળકોને મોબાઇલ પર શિક્ષણ આપવાની શરૂઆત કરાઇ હતી.

ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા સતત એનાઉન્સમેન્ટ
નર્મદાભવન સ્થિત જનસેવા કેન્દ્ર ખાતે સોમવારે સવારથી વિવિધ દાખલા કઢાવવા માટે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. જ્યાં તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા સતત એનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું. નર્મદા ભવન જનસેવા કેન્દ્રના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, નર્મદાભુવન જનસેવા કેન્દ્રમાં સોમવારના રોજ આવકના દાખલા 200, અશાંતધારાની અરજી 208, જાતિના દાખલા 150 સહિત અન્ય અરજીઓ મળી કુલ 545 અરજીઓ સ્વીકારાઈ હતી. આ ઉપરાંત મામલતદાર કચેરી ઉત્તરમાં 122 અરજી, દક્ષિણ ઝોનની કચેરીમાં 108 અરજી અને પશ્ચિમમાં 109 અરજી સ્વીકારાઈ હતી.

ભીડ ટાળવા દરવાજા બહાર દોરી બાંધી દીધી
​​​​​​​કલેક્ટર કચેરી અને કુબર ભુવન સ્થિત તમામ કચેરીઓ સોમવારે 100 ટકા સ્ટાફ સાથે ધમધમતી જોવા મળી હતી. દરેક ઓફિસની બહાર અરજદારો સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. કચેરીના દરવાજે દોરી બાંધી દેવામાં આવી હતી.

સ્કૂલોના ઓનલાઇન ક્લાસમાં પ્રથમ દિવસે 70 ટકા હાજરી
સતત બીજા વર્ષે શહેરની શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ઓનલાઇન પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તમામ શાળા-કોલેજોના શિક્ષકો સ્કૂલોમાં આવી પહોંચ્યા હતા અને પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી. પ્રથમ દિવસે શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓના ખબર-અંતર પૂછ્યા હતા અને આરોગ્યનું ધ્યાન રાખવા માટે સલાહ-સૂચન કર્યું હતું. સોમવારના રોજ ઓનલાઇન કલાસમાં 70 ટકા હાજરી નોંધાઇ હતી.

સવા વર્ષ બાદ આખરે કોર્ટમાં ફિઝિકલી કામગીરી શરૂ થઇ
કોરોનાના કારણે સવા વર્ષથી ફીઝીકલી કોર્ટ કાર્યવાહી બંધ છે ત્યારે સોમવારથી કાર્યવાહી શરૂ થઇ હતી. વકીલ મંડળના પ્રમુખ હસમુખ ભટ્ટ અને સેક્રેટરી રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કોર્ટ કાર્યવાહી શરૂ થતાં વકીલોમાં ખુશી જોવા મળી હતી.

તમામ કર્મચારીઓની હાજરી વહીવટી કામગીરી જ કરાઇ
આરટીઓ કચેરી 100 ટકા કર્મચારીઓની હાજરી સાથે કાર્યરત કરાઇ હતી. પ્રથમ દિવસે અરજદારોની હાજરી પાંખી રહી હતી. જો કે આરટીઓને લાગતી મોટાભાગની કામગીરી ઓનલાઇન થતી હોવાથી માત્ર વહીવટી કામગીરી જ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...