તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાતકી હત્યા:નસવાડીમાં લિંડા સ્કૂલના આચાર્યની છરાના ઘા મારીને શિક્ષકે હત્યા કરી, પત્ની અને પુત્રી ઇજાગ્રસ્ત, આરોપી શિક્ષકના 9 ડિસેમ્બરે લગ્ન હતા

નસવાડી4 મહિનો પહેલા
મૃતક આચાર્ય મેરામણ પીઠિયાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક આચાર્ય મેરામણ પીઠિયાની ફાઇલ તસવીર.
  • લિંડા સ્કૂલના આચાર્યની હત્યાનું કારણ અકબંધ, આચાર્ય-આરોપી વચ્ચે કૌટુંબિક સંબંધો હતા
  • નસવાડી પોલીસે હત્યા કરીને ફરાર થઈ ગયેલા આરોપી શિક્ષકની શોધખોળ શરૂ કરી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં રહેતા લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયાની હત્યાથી ચકચાર મચી ગઈ છે. પ્રાથમિત તપાસમાં કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક પીઠિયાએ જ ગળા, છાતી અને માથાના ભાગે ઘા મારીને હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હુમલાખોર ભરત પીઠિયાએ આચાર્ય, તેમનાં પત્ની અને દીકરી ઉપર હુમલો કર્યો હતો, જેમાં પત્ની અને દીકરી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી રહી છે.

આરોપી શિક્ષક ઘરમાં ઘૂસીને પતિ-પત્ની અને દીકરી પર તૂટી પડ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની રામદેવનગર સોસાયટીમાં આજે સવારે ખૂની ખેલ ખેલાયો હતો. નસવાડીની લિંડા મોડલ સ્કૂલના આચાર્ય મેરામણ પીઠિયા અને કોલંબા પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠિયા રામદેવનગરમાં સામસામે જ રહેતા હતા. શિક્ષક ભરત પીઠિયા આજે સવારે મેરામણના ઘરમાં ઘૂસી આવ્યો હતો.

આરોપી શિક્ષક ભરત પીઠિયા
આરોપી શિક્ષક ભરત પીઠિયા

ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારીને આચાર્યની હત્યા કરી
છરા વડે મેરામણ અને તેમનાં પત્ની પર તૂટી પડ્યો હતો તથા ગળા, છાતી અને માથાના ભાગે છરાના ઘા મારીને તેમની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત મેરામણનાં પત્ની અને દીકરી પર હુમલો કરતાં બંને ઇજાગ્રસ્ત થયાં હતાં. ત્યાર બાદ શિક્ષક ભરત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મૃતકની ઇજાગ્રસ્ત પત્ની.
મૃતકની ઇજાગ્રસ્ત પત્ની.

માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાં
ઘટનાની જાણ થતાં જ નસવાડી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને માતા-પુત્રીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આચાર્ય મેરામણ પીઠિયાનો મૃતદેહ.
આચાર્ય મેરામણ પીઠિયાનો મૃતદેહ.

આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન થવાના હતા
શાળાના આચાર્ય અને હત્યા કરી ફરાર આરોપી વચ્ચે કૌટુંબિક સંબંધો હતા અને તેઓ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેલરા ગામના વતની હતા. આરોપી શિક્ષકના આગામી 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જોકે હત્યાનું કારણ હજી અંકબંધ જ છે.

નસવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.
નસવાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી.

શિક્ષક છરો લઈને આવ્યો અને મારા પર તથા મારા પતિ પર હુમલો કરી દીધો
મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે હું ઘરમાં કામ કરતી હતી ત્યારે શિક્ષક ભરત છરો લઇને આવ્યો હતો અને મારા તેમજ મારા પતિ પર હુમલો કરી દીધો હતો, જેમાં મારા પતિનું મૃત્યુ થયું હતું અને મારી પુત્રી પણ ઇજાગ્રસ્ત થઈ હતી.

આરોપી શિક્ષકના લગ્નની કંકોતરી.
આરોપી શિક્ષકના લગ્નની કંકોતરી.
હત્યામાં વપરાયેલો છરો અને ઘરમાં લોહીના ડાઘ.
હત્યામાં વપરાયેલો છરો અને ઘરમાં લોહીના ડાઘ.
આ ઘરમાં આચાર્યની હત્યા કરીને આરોપી ફરાર.
આ ઘરમાં આચાર્યની હત્યા કરીને આરોપી ફરાર.
રામદેવનગર સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો.
રામદેવનગર સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો.

(અહેવાલઃ ઈરફાન મેમણ, નસવાડી)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો