તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:પાણીની ટેન્કર ભાડે લેવાના ઇજારામાં 10 લાખનો ચૂ્નો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યે વિજિલન્સ તપાસની માગણી કરી

કોર્પોરેશનમાં પાણીની ટેન્કર ભાડે લેવાના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરી શિક્ષણ સમિતિની પૂર્વ સભ્યએ વીજીલન્સ તપાસની માંગણી કરી છે. કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે.

પાલિકાના પાણી પુરવઠા વિભાગમાં 2019-20 અને 2020-21 ના વર્ષ માટે પાણીની ટેન્કરો ભાડેથી લેવા વાર્ષિક કોન્ટ્રાકટ રૂ. 40 લાખનો કરવા ટેન્ડરો મંગાવેલ હતા. મહેશ ભોંસલે મ્યુ.કમીશ્નરને પત્ર લખીને જણાવ્યું હતું કે 2019-20 અને 2020-21 ના વર્ષ માટે પાણીની ટેન્કરો ભાડેથી લેવા વાર્ષિક કોન્ટ્રાકટ મે.રાજેશ સચદેવને અપાયો હતો. ઉચ્ચ અધિકારી અને કોન્ટ્રાકટર વચ્ચે સાંઠગાઠ છે. વર્ષ 2019-20 માં ડીઝલનો ભાવ ઓછો હોવા છતાં પણ રૂ.401 નો ભાવ આપ્યો અને 2020-21 માં ડીઝલનો ભાવ વધુ હોવા છતાં રૂ. 303 નો ભાવ અપાયો હતો.

2019-20 માં કોન્ટ્રાકટરને 25 ટકા વધુ ભાવ લઇ રૂ. 40 લાખના કોન્ટ્રાકટમાં અંદાજે 10 લાખનો ચૂનો ચોપડયો અને તેજ કોન્ટ્રકટરને કોર્પોરેશન દ્વારા ફરીથી ભાડાની ટેન્કરનો કોન્ટ્રાકટ અપાયો છે. જેનાથી કોર્પોરેશનને 10 લાખ રૂપિયાનું નુકશાન થયું છે. ટેન્ડરમાં પાણીની ટેન્કરો પર જીપીએસ સીસ્ટમ લગાડવાની રહશે તે શરતો સાથે ભાવો મંગાવામાં આવ્યા હતા. જોકે કોન્ટ્રાકટરે જીપીએસ સીસ્ટમ નહિ લગાડીને કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકશાન કર્યું છે. અગાઉ પણ પાણીની ટેન્કરો ભાડે લેવા ના કોન્ટેક્ટ માં મોટાપાયે કૌભાંડ બહાર આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...