ગણેશ મહોત્સવ:શ્રીજીની 40 ટકા મૂર્તિઓની અછત સર્જાવાની સંભાવના

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનને પગલે મૂર્તિઅો બનાવી શકાઈ નથી

22 ઓગસ્ટથી ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. મહોત્સવને 50 દિવસ બાકી રહ્યા છે, ત્યારે લોકડાઉનના પગલે શહેરના મૂર્તિ બજારમાં હજુ ગણેશજીની મૂર્તિઓ પહોંચી નથી. વડોદરામાં શ્રીજીની માટીની મૂર્તિ મુંબઇ તેમજ પૂનાથી આવતી હોય છે, જ્યારે 20 ટકા જેટલી માટીની મૂર્તિ વડોદરામાં બને છે. ચાલુ વર્ષે કોરોનાના પગલે 40 થી 60 ટકા મૂર્તિઓની અછત સર્જાઈ શકે છે.

શહેરમાં શ્રીજીની માટીની મૂર્તિઓનું વેચાણ કરતા સંજય પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ભાવનગરથી માટી મેળવી મુંબઈ અને પૂનાના કારીગરો શ્રીજીની માટીની મૂર્તિઓ બનાવતા હોય છે. ચાલુ વર્ષે કારીગરો માટીની મૂર્તિ બનાવી શક્યા ન હતા. હવે જ્યારે મૂર્તિનું નિર્માણ કરવાનું ચાલુ કરાયું છે ત્યારે વરસાદ આવી ગયો છે, જેથી મૂર્તિઓને સૂકવવાની વ્યવસ્થા કરવી ઘણી અઘરી બની છે. વડોદરામાં કારીગરોએ 2 થી 5 ફૂટની પીઓપીની મૂર્તિઓ બનાવી છે, જે હાલ મૂર્તિ બજારમાં જોવા મળી જશે. જ્યારે રક્ષાબંધનના તહેવાર બાદ કેટલી માટીની પ્રતિમાઓ આવશે તે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...