ભેદભરમ:વિક્રમની જેમ બુટલેગર જાવેદે પણ હપ્તાખોરીનો કાચો ચિઠ્ઠી તૈયાર કર્યો!

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખના દારૂ કેસમાં હિસાબનો ચોપડો પોલીસ કર્મીની પોલ ખોલશે
  • ચોપડો હજી કબજે કરાયેલા વાહનમાં પડી રહ્યો હોવાની પણ શંકા પોલીસનો ઇનકાર

શહેરના ફતેગંજ કમાટીપુરા અને સેવાસીના ગોડાઉ્નમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલે રવિવારે પાડેલા દરોડામાં 25 લાખ ઉપરાંતનો દારુ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં બુટલેગર જાવેદનો હિસાબનો ચોપડો હજી 0265 નંબરના વાહનમા઼ં પડી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભુતકાળમાં બુટલેગર વિક્રમ ચાવડાની મળેલી લાલ ડાયરીએ વહીવટોનો કાચો ચીઠ્ઠો જાહેર કરી દીધો હતો જેથી આ બનાવમાં પણ જો ચોપડો તપાસાય તો હપ્તાખોરીના અનેક વ્યવહારો બહાર આવી શકે તેમ છે.

સુત્રોએ જણાવ્યું હતું કે પોલીસે જપ્ત કરેલા વાહનમાં હજી એક ચોપડો પડી રહ્યો કહેવાય છે. જેમાં તમામ સાથેના વ્યવહારનો કાચો ચિઠ્ઠો હોવાનું મનાઇ રહ્યું છે. આ ચોપડાની જો તપાસ કરાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે. શહેરભરમાં બનાવની ચર્ચા ચાલી રહી છે છે કે જે દિવસે રેડ થઇ ત્યાર બાદ આ ચોપડો પોલીસના હાથમાં આવ્યો છે કે કેમ તે અંગે કોઇ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આ ચોપડો સગેવગે પણ થઇ ગઇ હોઇ શકે છે. સૂત્રો મુજબ ડાયરી હજી કબજે કરાયેલા વાહનમાં પડી હોવાની શંકા સેવાઇ રહી છે. જો કે તપાસ અધિકારી છાણી પીઆઇ મકવાણાએ જણાવ્યું હતું કે મુદ્દામાલમાંથી કોઇ ચોપડો મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...