તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસના ડાન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ના પૂર્વ ડીન પ્રોફેસર દીપક કન્નલે આ વ્યાખ્યાન આપ્યું હતું. પ્રોફેસર દિપક કન્નલએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે શિલ્પની ભાષા છે તે પ્રમાણે દરેક અભિવ્યક્તિની એક ભાષા હોય છે. નૃત્યની ભાષામાં અનેક મુદ્રાઓ, તરણ, તોડા અને તેનું વ્યાકરણ હોય છે. કોઈ પણ આર્ટ ફોર્મ સૌંદર્યનો આવિષ્કાર કરે છે જેનો આશય અભિવ્યક્તિનો હોય છે. આશય વગરનો આવિષ્કાર નથી હોતો. ભારતીય શાસ્ત્રીય નૃત્ય આશયવાળું છે.
આ નૃત્ય લોકોના હૃદય સુધી પહોંચે છે અને તેમાં લોકો ને રસ પણ ઉત્પન્ન થાય છે. ભાવની અભિવ્યક્તિ સાથે કરતો ડાન્સ પણ એક ભાષા છે. કલાકાર નૃત્યની ભાષાની વ્યવસ્થા હોય છે તેનો ઉપયોગ કરીને નૃત્યની પ્રસ્તુતિ કરે છે. દરેક ભાષાનું સ્વભાવ હોય છે અને તે પ્રમાણે તેનું ચલણ હોય છે. મૃત્યુનો પોતાનો સ્વભાવ છે એટલે બીજી શૈલીથી જુદું પડે છે. પ્રાચીન ભાષાના શાસ્ત્રના સિદ્ધાંતના ગ્રંથ ભતું હરિએ લખેલા છે.
પાર્વતીદેવીએ શિવનું પાણિગ્રહણ કર્યું
પ્રો. કન્નલે જણાવ્યું કે, શિવ-શિવ પાર્વતી વિવાહના શિલ્પોમાં પાર્વતી દેવીનું વ્યક્તિત્વ કેવા પ્રકારનું હતું તેની અભિવ્યક્તિ જાણી શકાય છે. ભગવાન શિવ સ્વભાવે મૃદુ છે. જ્યારે પાર્વતીનું વ્યક્તિત્વ પ્રભાવી છે. ઉત્તર ભારતમાં જોવા મળતાં શિવ-પાર્વતીના વિવાહના શિલ્પો અને આ વિવાહના કેટલાક પેઇન્ટિંગમાં પાર્વતીદેવીએ જ શિવનું પાણિગ્રહણ કરેલું જોવા મળે છે. રાક્ષસો પર ભારે પડતા ભગવાન શિવનું અહીં સૌમ્ય સ્વરૂપ જોવા મળે છે.
માત્ર સૂર્ય દેવ જેઓ પગરખામાં જોવા મળે છે
જ્યાં જ્યાં સૂર્ય ભગવાનની પ્રતિમા જોવા મળે છે તેમાં તેઓ પગરખા સાથે જોવા મળે છે. સૂર્ય ભગવાનનું તેજ સહન ન થતાં તેમના પત્ની ચાલ્યા જાય છે. જ્યારે તેમના સસરા ત્વષ્ટાએ તેમના તેજને ઓછું કર્યું પણ ભગવાન સૂર્યના પગની વેદનાને ઓછી કરવા તેમને પગરખાં પહેરાવ્યાં. માત્ર સૂર્યદેવની મૂર્તિઓ પગરખા સાથેની જોવા મળે છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.