પહેલો પેટ્રોલ પંપ:અમેરિકાની જેમ વડોદરામાં પણ પેટ્રોલ લિટરને બદલે ગેલનમાં વેચાતું

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પહેલો પેટ્રોલ પંપ
સુરસાગરની પાળે, મ્યુઝિક કોલેજની સામે - Divya Bhaskar
પહેલો પેટ્રોલ પંપ સુરસાગરની પાળે, મ્યુઝિક કોલેજની સામે
  • પેટ્રોલપંપ ત્યારે પેટ્રોલ સ્ટેશનથી ઓળખાતા
  • હકીમ સાહેબે​​​​​​​ 1927માં દસ્તાવેજ કરીને એક પેટ્રોલ સ્ટેશન નાસિરઅલીને ભેટ કર્યું હતું

વડોદરામાં આજથી 90 વર્ષ પહેલા સુધી કાર માત્ર અતિ ગર્ભ શ્રીમંતોની લકઝરી હતી. રાજવી પરિવાર ઉપરાંત માંડ એલેમ્બિક કે સારાભાઇના માલિકો પાસે રોજિંદા વપરાશ માટે કાર હતી. આ કાર્સમાં કેડિલેક, ડોજ, મર્સિડિસ અને રોલ્સરોઇસ જ હતી. પેટ્રોલનો મોટાભાગનો વપરાશ ટ્રકોમાં થતો હતો. ડીઝલ ટ્રકની હજી સ્વતંત્ર ભારતમાં એન્ટ્રી થઇ ન હતી. પેટ્રોલ માટેના પંપ ન હતા પણ સ્ટેશન હતા. વડોદરામાં પ્રથમ પેટ્રોલપંપ શરૂ કર્યો હતો નાસિરઅલી મન્સુરઅલી શમ્સુદ્દીને. તે સમયે બર્માશેલ કંપનીનો આ પેટ્રોલપંપ હતો.

નાસિર અલિના સસરા જી.એન. હકીમ હતા. જી.એન. હકીમ રાજવૈદ્ય હતા, તેમના વડોદરામાં 4 પેટ્રોલ સ્ટેશન હતા. જ્યારે નાસિર અલી મૂળે વડોદરાના હતા પણ તેઓ પત્ની સાથે વેપારીપેઢીના કામાર્થે જાપાન ગયા. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થતાં તેમને પરત વડોદરા ફરવું પડ્યું. હકીમ સાહેબે 1927માં દસ્તાવેજ કરીને એક પેટ્રોલ સ્ટેશન નાસિરઅલિને ભેટમાં આપી દીધું. તે સમયે તેઓ એક હાલમાં સૂરસાગર કિનારે મ્યુઝિક કોલેજની સામે જે કબૂતરોને દાણાં નંખાય છે તે જગ્યામાં આ પેટ્રોલ સ્ટેશન હતું. પેટ્રોલપંપની શરૂઆત 1943 દરમિયાન થઇ.

ત્યારે પાંચ ફૂટની ઊંચાઇનો પંપ હતો. અત્યારે પંપ પર જથ્થાના આંકડા જોવા મળે છે તે સમયે તેની જગ્યાએ એક ગોળાકાર ચાંદો હતો. તેના પર ગેલન એવું અંગ્રેજીમાં લખ્યું હતું. ગોળાકાર પર કાપાઓ હતા. જેટલું પેટ્રોલ પૂરાય તેટલા કાપા આ ચાંદા પર ખસતા હતા. એક ગેલન એટલે હાલના 4.56 લિટર જથ્થો. પણ આ પંપ હતો. એ સમયે ગેલન પેટ્રોલનો ભાવ 8 આના(50 પૈસા)હતો. ત્યારબાદ ધીમે ધીમે વડોદરામાં પેટ્રોલપંપો શરૂ થવા માંડ્યા હતા. આજે વડોદરામાં 160 પેટ્રોલપંપો છે.

લાલ રંગના ગેલન્યા ડબ્બા પેટ્રોલ સ્ટેશનની ઓળખ બની ગયા હતા
1962માં સયાજીગંજમાં યુનિ.ની દીવાલ પાસે બીજો પંપ રમણભાઇ પુરુષોત્તમભાઇ પટેલે શરૂ કર્યો. તેઓ પેટલાદમાં ક્રૂડના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમના પૌત્ર અને વડોદરાના પેટ્રોલપંપ એસો.ના પ્રમુખ મેહુલ પટેલ કહે છે કે, તે વખતે પેટ્રોલનો જથ્થો ગેલન્યામાં આવતો હતો. પેટ્રોલ કંપનીઓ રેલવે સ્ટેશન પર મુંબઇથી 22 લિટરથી વધુ સહેજ જથ્થામાં લંબઘંન ડબા મોકલતી. આ ડબા જ ગેલન્યા. એક ગેલન એટલે 4.56 લિટર પેટ્રોલ. કેટલાક ગેલનિયા એવો ઉચ્ચાર કરતા હતા.આ લાલ રંગના ડબા કંપનીને પાછા મોકલવા પડતા હતા.

અન્ય સમાચારો પણ છે...