તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:પ્રકાશ પર્વે નિલકંઠધામને રોશનીનો શણગાર

પોઇચા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

પોઇચા સ્થિત નિલકંઠ ધામમાં દિવાળી નિમિત્તે કરવામાં આવેલી રોશનીથી સમગ્ર મંદિર સંકુલ ઝળહળી ઊઠ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પોઇચા ખાતે નર્મદા નદીના કિનારે ભગવાન શ્રીસ્વામીનારાયણના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ મંદિરમાં ખાસ કરીને દિવાળીના તહેવારોમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. આ વર્ષે પણ મંદિરમાં દિવાળીના તહેવાર નિમિત્તે ભવ્ય રોશની કરવામાં આવી છે.

પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, મંદિરમાં દશેરાથી રોશની કરવામાં આવી છે અને હાલ તહેવારો ચાલી રહ્યા હોવાના કારણે હજી 10-15 દિવસ સુધી મંદિરમાં રોશની રાખવામાં આવશે. કોરોનાના કારણે મંદિર સંકુલમાં વિવિધ જગ્યાએ લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની સૂચનાઓ લગાવવામાં આવી છે. ભગવાનના દર્શન માટે પણ દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તે માટેના પ્રયાસો કરાયા છે. હાલ સરેરાશ 3 હજારથી વધુ દર્શનાર્થીઓ રોજ મંદિરમાં દર્શન માટે આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો