તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:1 જાન્યુઆરીથી ગુમાસ્તાધારાનું આજીવન મુદતનું લાઇસન્સ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 10થી વધુ કર્મી હોય તો દુકાન-સંસ્થાની નોંધણી જરૂરી ઓછા કર્મી હોય તો માત્ર અરજી કરવાની, ફી નથી

તા 1 જાન્યુઆરીથી દુકાનો અને સંસ્થાઓને નોંધણી માટેના સુધારેલા ગુમાસ્તાધારનો અમલ શરૂ થઈ રહ્યો છે ત્યારે 10થી વધુ કર્મચારીઓ કામ કરતાં હોય તેવી દુકાનો અને સંસ્થાઓએ રજિસ્ટ્રેશન એક જ વખત કરાવવાનું રહેશે અને તેના માટેનો આજીવન પરવાનો નિયત ફી ભરીને મેળવવાનો રહેશે.

અત્યાર સુધી ગુજરાત દુકાનો હવે નવો એક્ટનો તા. 1 જાન્યુઆરીથી અમલ કરાશે. સુરતમાં આ એક્ટનો અમલ થઈ રહ્યો છે.નવા એક્ટમાં નોંધણી બાદ રિન્યુઅલની કોઈ જોગવાઈ રાખી નથી. અત્યાર સુધી જુના એક્ટ મુજબ દર ત્રણ વર્ષે ગુમાસ્તાધારા લાઇસન્સ રીન્યુ કરવું પડતું હતું . જોકે,નવા એક્ટ મુજબ હવે લાઇસન્સ આજીવન રહેશે. દસથી ઓછા કર્મચારી હોય તો સંસ્થાના માલિકોએ અધિનિયમ 2019 મુજબ જે તે વહીવટી વોર્ડ માં અરજી કરી ઇન્ટીમેશન રીસીપ્ટ મેળવી લેવાની રહેશે. જેના માટે કોઇ ફી ભરવાની નથી .જ્યારે કર્મચારી 10થી વધી જાય તો જે તે વહીવટી વોર્ડ માં અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. આ સિવાય જે દુકાનો,સંસ્થા, હોટલો, રેસ્ટોરેન્ટ ,થિયેટર વિગેરેમાં 10થી વધુ કર્મચારી હોય તો નક્કી કરેલી ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે.સરકારે અગાઉની સરખામણીએ ફી વધારી દીધી છે. 1948 ના એક્ટ મુજબ વડોદરામાં લગભગ 60 હજાર સંસ્થાઓ, દુકાનો વિગેરેની નોંધણી થઈ છે. તા.1થી અમલી બનનારા નવા એક્ટ માટે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો