સ્થાયી સમિતિની મંજૂરી:વડોદરામાં સોમવારથી પાલિકાના તમામ 37 અર્બન હેલ્થ સેન્ટર ઉપર આયુષ્યમાન કાર્ડની કામગીરી શરુ થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાલિકાએ 6 મહિના માટે 18.33 લાખ રૂપિયાના ખર્ચે આ કામને મંજૂરી આપી

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 100 ટકા શહેરીજનોને આયુષ્યમાન કાર્ડ આપવાના કામની સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સોમવારથી કોર્પોરેશનના તમામ 37 અર્બન હેલ્થ સેન્ટર ઉપર આયુષ્યમાન કાર્ડની કામગીરી શરુ થશે.

સ્થાયી સમિતીના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરીજનોને પ્રધાનમંત્રી આયુષમાન કાર્ડ સરળતાથી મળી રહે તે માટે આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited - (n) Code Solution, IT-Division of GNFC Ltd.ને 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના'ના કાર્ડ એનરોલ્મેન્ટ કામગીરી માટે માન્ય કરેલ છે અને કંપનીએ Aum Imagineering Private Limited, અમદાવાદને કામે અધિકૃત કરેલ છે.

વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા, કામગીરીનો વ્યાપ અને યોજનાના લાભાર્થીઓને તેઓના નિવાસસ્થાનની નજીક, સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તે બાબતને ધ્યાને લઈને પાલિકા, આરોગ્ય ખાતા હસ્તક કાર્યરત કુલ-37 અર્બન હેલ્થ પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ ખાતે આયુષ્યમાન કાર્ડ એનરોલમેન્ટ કામગીરી શરૂ કરવામાં આવશે. જે કામગીરી 6 જૂનથી શરૂ થશે.

પાલિકા દ્વારા આ કામ માટે પ્રતિ માસ રૂપિયા 3,05, 620 અને 6 માસ માટે રૂપિયા 18,33,720 મુજબ થનાર ખર્ચને સ્થયી સમિતિએ મંજૂરી આપી છે. નોંધનિય છે કે, હજુ 1,66,913 કુટુંબના 5.80 લાખ સભ્યોના આયુષમાન કાર્ડ કાઢવાના બાકી છે, ત્યારે કોર્પોરેશન દ્વારા તમામ શહેરીજનોને આયુષ્યમાન કાર્ડ મળી જાય તે માટે 6 જૂનથી કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાના કામની શરૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...