કાર્યવાહી:ટ્રાફિક નિયમ તોડનારા 41 લોકોનાં લાઇસન્સ સસ્પેન્ડ

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ

વડોદરા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સિલની બેઠક કલેક્ટર આર.બી. બારડના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં જિલ્લામાં અકસ્માતો નિવારવા વિવિધ 17 બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય રસ્તાનું રોડ સેફટી ઓડિટ કરવા સાથે બ્લેક સ્પોટની ખામીઓ દૂર કરવા અંગે આરટીઓ, પોલીસ, માર્ગ મકાન અને નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા જરુરી પગલા લેવામાં આવ્યા હોવાનું આરટીઓ તેમજ પોલીસે જણાવ્યું હતું.

આરટીઓ અને પોલીસ દ્વારા ઓકટોબર માસ દરમિયાન ઓવરલોડ, ઓવરડાયમેન્શન, સીટબેલ્ટ, હેલ્મેટ, રજિસ્ટ્રેશન ડ્રાઇવીંગ લાયસન્સ, નંબર પ્લેટ, પીયુસી, નો-પાર્કિંગ, વધુ ગતિ અને અન્ય સહિત કુલ 1289 કેસોમાં રૂા.37 લાખની વસૂલાત કરવામાં આવી હતી. ઓકટોબર માસ દરમિયાન ટ્રાફિકના નિયમ ભંગ બદલ 41 ડ્રાઇવીંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કાઉન્સિલના સભ્ય સત્યેન કુલાબકરે જણાવ્યું હતું કે હિટ એન્ડ રન કેસમાં સોલીશયન ફંડ સ્કીમ હેઠળ રૂા.50 હજારનું વળતર આપવામાં આવે છે

અન્ય સમાચારો પણ છે...