અનાજ કૌભાંડ:રેશનિંગની 2 દુકાનનો પરવાનો 90 દિ’ સસ્પેન્ડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાદરાના ભદારીથી વગે કરાતું અનાજ લોકોએ પકડ્યું
  • ભદારી-અંબાળાની દુકાનનો ચાર્જ અન્યને અપાયો

પાદરાના ભદારીમાં વગે કરાતું સસ્તું અનાજ લોકોએ ઝડપી મામલતદારને સોંપ્યા બાદ પુરવઠા વિભાગે ભદારી અને અંબાળાની સસ્તા અનાજની દુકાનના સંચાલક કુર્દ અઝરૂદ્દીન ઈસ્માઈલભાઈનો પરવાનો 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યો છે. જ્યારે ભદારી અને અંબાળાની દુકાનનો ચાર્જ બે દુકાનદારને સોંપાયો છે.

પુરવઠાના અધિકારીઓના મતે ભદારીમાંથી ઝડપાયેલું અનાજ ક્યાં વગે કરાતું હતું, કેટલી વખત વગે કરાયું તે સહિતની તપાસ કરવા પાદરા મામલતદારને સૂચના અપાઈ છે. પુરવઠા વિભાગે 1891 કિલો ઘઉં, 876 કિલો ચોખા, 633 કિલો ખાંડ, 45 કિલો તુવેરદાળ અને 300 લીટર કેરોસીન મળીને રૂા.36,443નું અનાજ અને 5 લાખનો ટેમ્પો જપ્ત કર્યો છે. લોકોએ આક્ષેપ કર્યો કે, અનાજનો જથ્થો કુર્દ અઝરૂદ્દીનના ઘરની પાછળ આવેલા ગોડાઉનમાંથી ઉપાડી મોભા ગામે લઈ જવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...