વડોદરા સત્તાનો સંગ્રામ LIVE:વડોદરામાં આજે લેઉઆ પટેલ સમાજનું સંમેલન, માંજલપુર બેઠક પર ભાજપમાં પાટીદારને પ્રતિનિધિત્વ આપવા ચર્ચા થશે

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત પગપાળા જઈને ફોર્મ ભરશે

ભાજપે વડોદરા શહેરમાં વિધાનસભાની 3 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે માંજલપુર અને સયાજીગંજ વિધાનસભા પર હજી અસમંજસ છે. દરમિયાન આજે માણેજા ખાતે યોજાનારા દક્ષિણ વિભાગ લેઉવા પટેલ સમાજના સ્નેહ મિલન સમારંભમાં માંજલપુર વિધાનસભા બેઠક પર પાટીદાર ચહેરાને પ્રતિનિધિત્વ મળે તે અંગેની ચર્ચા થશે.

માંજલપુર-સયાજીગંજ બેઠકની જાહેરાત બાકી
વડોદરા શહેરમાં વર્ષોથી દરેક ચૂંટણી જાતિગત સમીકરણો પર લડવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે રાવપુરામાં બ્રાહ્મણ, સયાજીગંજમાં વૈષ્ણવ, માંજલપુરમાં પાટીદાર અને અકોટામાં મહારાષ્ટ્રીયન સમાજને પ્રતિનિધિત્વ આપીને સાચવી લેવાય છે. આ વખતે કોંગ્રેસે આ સમીકરણો બદલ્યાં છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદીમાં હજી માંજલપુર અને સયાજીગંજની જાહેરાત બાકી છે.

માંજલપુર બેઠક પર યોગેશ પટેલ લડવા માંગે છે.
માંજલપુર બેઠક પર યોગેશ પટેલ લડવા માંગે છે.

માંજલપુરમાં પાટીદાર ચહેરો મુકાય તે અંગે ચર્ચા કરાશે
માંજલપુરમાં પાટીદારને ટિકિટ મળે તેવી સમાજના લોકો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. રવિવારે શહેરના માણેજા ખાતે ખાનગી પાર્ટી પ્લોટમાં દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાશે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં માંજલપુર બેઠક પર વધુ એક વખત પાટીદાર મહિલા અથવા પુરુષને ટિકિટ આપવામાં આવે તે અંગે ચર્ચા થવાની છે. માંજલપુરમાં પાટીદાર ચહેરો મુકાય તે અંગે સ્નેહ મિલનમાં ચર્ચા કરાશે.

વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત.
વડોદરાની સયાજીગંજ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અમી રાવત.

અમી રાવત પગપાળા જઈને ફોર્મ ભરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વડોદરાની સયાજીગંજ બેઠક પરથી ઉમેદવાર અમીબેન નરેન્દ્ર રાવત 15 નવેમ્બર, મંગળવારે, સવારે 10 વાગ્યે સંતોક ચેમ્બરથી રેલી સ્વરૂપે પગપાળા નીકળી મામલતદાર ઓફિસ, સમા તળાવ સામે, 12:30 વાગે ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે, અમી નરેન્દ્ર રાવત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા પણ છે. બીજી તરફ ભાજપ દ્વારા હજુ સુધી સયાજીગંજ બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી નથી, તેવી જ રીતે માંજલપુર બેઠક પર પણ ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યો નથી.

3 બળવાખોરો ન મળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂંઆપૂંઆ થઈ ગયા હતા.
3 બળવાખોરો ન મળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ધૂંઆપૂંઆ થઈ ગયા હતા.

બળવાખોરો ન મળતા ગૃહમંત્રી ધૂંઆપૂંઆ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા વડોદરા શહેર-જિલ્લાની બે બેઠકોને બાદ કરતા તમામ ઉમેદવારો જાહેર કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભડકો થયો છે. આ ત્રણેય બેઠકના વર્તમાન ધારાસભ્ય અને બે પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ અથવા અન્ય પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે, ત્યારે ભાજપ દ્વારા વર્તમાન અને બે પૂર્વ ધારાસભ્યો બળવો કરી ચૂંટણી લડે ન તે માટે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે, જોકે, શનિવારે વડોદરા જિલ્લામાં આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીને મધુ શ્રીવાસ્તવ, સતિષ પટેલ (નિશાળીયા) અને દિનેશ પટેલ (દિનુ મામા) મળ્યા નહોતા. જેથી ગૃહમંત્રી લાલઘૂમ થઈ ગયા હતા. હવે આ ત્રણેય બેઠક પર ભાજપ શું રણનીતિ ગોઠવે છે, તેના સૌ-કોઇની નજર છે.

બળવાખોર મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામા.
બળવાખોર મધુ શ્રીવાસ્તવ અને દિનુ મામા.

પ્રદેશ કાર્યાલયે ફોન કર્યાં
મળેલી માહિતી પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાઘોડિયા કાર્યકરોને મળવા ગયા હતા. તે સમયે પ્રદેશ કાર્યાલય તરફથી વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે, ગૃહમંત્રીને મળવા જજો, ત્યારે મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળવા માટે જણાવ્યું હતું કે, હું સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યો છું. મુલાકાત થઇ શકશે નહીં. મધુ શ્રીવાસ્તવે મુલાકાત ટાળતા ગૃહમંત્રી ધૂંઆપૂંઆ થઇ ગયા હતા અને તે બાદ તેઓ કરજણ ખાતે આયોજીત કાર્યકરોની બેઠકમાં હાજરી આપી હતી.

કરજણમાં ગૃહમંત્રી અકળાયા
પ્રદેશ કાર્યાલય તરફથી બળવો કરીને કરજણ બેઠક ઉપર ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)નો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, ગૃહમંત્રી સાથેની મુલાકાત ટાળવા માટે તેઓએ ફોન રિસીવ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. બળવો કરીને ચૂંટણી લડવાની જાહેરાત કરનાર પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલે (નિશાળીયા) પણ ગૃહમંત્રીની મુલાકાત કરવાનું ટાળતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું.

ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું.
ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ કાર્યકરોને સંબોધતા સમયે બળાવાખોરો સામે નિશાન સાધ્યું હતું.

વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકના હોદ્દેદારો-કાર્યકરોની મુલાકાતે આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરજણમાં બળવાખોર પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે, 15 નવેમ્બકરથી 8 ડિસેમ્બર તારીખ સુધી વિસ્તારમાં ફરીને પાર્ટી તોડનારા લોકોને શોધી શોધીને તેમનો હિસાબ કરવાનું ચૂકતા નહીં. ફોર્મ ભરતાની સાથે જ વિરોધીઓ કરજણ છોડીને જતા રહે તેવી રેલી કાઢજો.

અન્ય સમાચારો પણ છે...