આક્ષેપ:IBPS દ્વારા કરાતી બેંકોની ભરતીમાં ગેરરીતિ અંગે PMને પત્ર, સ્થાનિક ભાષા ટેસ્ટ ન લીધાનો આક્ષેપ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઈબીપીએસ દ્વારા કરાતી રાષ્ટ્રીયકૃત બેંકોની ભરતીમાં સ્થાનિક ભાષાના જાણકારીના નિયમનું ઉલ્લંઘન કરાતું હોવા અંગે સામાજિક કાર્યકરે વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પત્ર લખનારા ભરતસિંહ ચૌહાણે જણાવ્યું છે કે, એસબીઆઈ અમદાવાદ સર્કલમાં ગુજરાતી ન જાણનારાની ભરતી કરાઈ છે. આ અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. આબીપીએસએ 11 બેંકોમાં ખાલી 7800 જગા માટે ભરતી પ્રક્રિયા ગત ઓક્ટોબરમાં શરૂ કરી હતી. જે એપ્રિલમાં પૂર્ણ કરીને પાસ ઉમેદવારોના બાયોડેટા 11 બેંકોને મોકલ્યા છે.

આઈબીપીએસએ લોકલ લેંગ્વેજ પ્રોફિશિઅન્સી ટેસ્ટ લીધો નથી, તેની જવાબદારી બેંકોના માથે નાખી દીધી છે. બેંકો પાછળા બારણે લોકલ ભાષા ન આવડતી હોય તેવાની ભરતી કરી દેશે. સરકાર લોકલ લેંગ્વેજ પ્રોફિશિયેન્સી ટેસ્ટ માટે પરીક્ષાની માર્ગદર્શિકા બહાર પાડે અને તે અનુસાર ટેસ્ટ લે.

અન્ય સમાચારો પણ છે...