તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

30 જૂન સુધીમાં રસીકરણ અશક્ય:ફરજિયાત વેક્સિનની મુદત 31મી જુલાઈ સુધી લંબાવવા CMને પત્ર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારીઓને ધંધા પડતા મૂકી રસી લેવા દોડવું પડે તેવી સ્થિતિ
  • અપૂરતી રસીને કારણે 30 જૂન સુધીમાં રસીકરણ શક્ય નથી

વડોદરા સહિત ગુજરાતમાં 30 જૂન સુધી દરેક વેપારી અને કર્મચારીઓને ફરજીયાત રસીકરણ મૂકવાની જે ડેડલાઈન અપાઈ છે તેની મુદત 31 જુલાઈ સુધી લંબાવવા વેપારી સમૂહ કોન્ફડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

કેટના ગુજરાત ચેપ્ટરના મહામંત્રી પરેશ પરીખે જણાવ્યું હતું કે, 30 જૂન સુધી દરેક વેપારી તેમજ કર્મચારી ફરજિયાત રસીકરણ લઈ લે તે હાલ શક્ય નથી લાગતું. કારણ કે 3 દિવસથી વડોદરા ઉપરાંત ગુજરાતના દરેક ક્ષેત્રમાં પૂરતી રસી આવી રહી નથી અને લોકોને પાછા જવું પડે છે. જેથી 31 જુલાઈ સુધી ડેડલાઈન લંબાવવામાં આવે તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખાયો છે. જાહેરનામા બાદ પોલીસે વેપારીઓ વચ્ચે પહોંચીને જાહેરમાં 30 જૂન સુધી જે વેપારીઓ પહેલો ડોઝ નહી મુકાવે તેમની દુકાનો બંધ કરી દેવાની ચીમકી આપી હતી. જેના પગલે જે વેપારીઓએ રસી નહોતી મુકાવી તેવા વેપારીઓ રસી મુકાવા ધંધા પડતા મૂકીને દોડતા થયા હતાં. છતા વેક્સિનના અભાવે ઘણાને રસી લીધા વગર પાછા ફરવાનો વારો આવ્યો હતો.

સમાની પ્રધાનમંત્રી આવાસ યોજના 100 ટકા રસીકરણવાળી પ્રથમ વસાહત બની
કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન માટે મહા અભિયાન ચલાવાઈ રહ્યું છે. ઇલેક્શન વોર્ડ 3 સમામાં આવેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરાયું હતું. આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, રસી લેનાર દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરવા માટે ટૂથ પેસ્ટ,એનર્જી પાવડર,સેનિટાઇઝરની બોટલને ગીફટ તરીકે આપવામાં આવી હતી. સમા વિસ્તારમાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 22 ટાવરમાં 2500 લોકો રહે છે. 500 જેટલા લોકો રસી લેવા માટે બાકી હતા તે તમામને રસી આપી દેવામાં આવી હતી જેથી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 100 ટકા રસીકરણ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...