દેશની આઝાદીના અમૃત વર્ષના આરંભ ની ઉજવણી અનોખી રીતે કરવાના ભાગ રૂપે વડોદરા ભાજપ 15 ઓગસ્ટે સવારે 9 વાગે નાગરિકોને જ્યાં હોય ત્યાં રાષ્ટ્ર ગાન નું પઠન કરવા અપીલ કરાઇ છે. પત્રકાર પરિષદમાં શહેર અધ્યક્ષ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે તા.15મી ઓગસ્ટ ૨૦૨૧ના રોજ દેશની આઝાદીના 75 વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે સ્વતંત્રતા, એકતા, વિકાસ અને લોકતંત્રની ઉજવણીના ભાગરૂપે સમગ્ર વડોદરા શહેરની પ્રજા એક સાથે - એક સમયે બુલંદ આવજે એક સુરમાં રાષ્ટ્રગાન કરી દેશભક્તિની ભાવના ઉજાગર કરે તે માટે સવારે 9 વાગે વ્યક્તિ જે સ્થળે હાજર હોય ત્યાંથી રાષ્ટ્રગાન કરે તેવો નવતર અભિગમ અપનાવાયો છે.
આ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર ધ્વારા એક ગુગલ લીંક રજીસ્ટેશન માટે બનાવાઈ છે જેની ઉપર નગરજનો પોતાના રાષ્ટ્રગાન કરતા ફોટોગ્રાફ અપલોડ કરી શકશે આ લોકોને પાર્ટી ધ્વારા સર્ટીફીકેટ આપવામાં આવશે.આ કાર્યક્રમમાં હાજર પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજાદીના અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે કરેલા આહવાનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.