તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:અમને હોટલની અગાસી પરથી પતંગ ચગાવવા દો, ક્રિકેટરોએ મંજૂરી માગી

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટી-20 સ્પર્ધા રમવા આવેલા ક્રિકેટરો 2 સપ્તાહથી હોટલમાં રોકાયેલા છે
  • કોરોનામાં બાયો સિકયોર બબલને કારણે મંજૂરી મળવાની શકયતા ઓછી

મુશ્તાક અલી ટ્રોફી ટી-20 સ્પર્ધામાં ભાગે લઇ રહેલી ગુજરાત અને વડોદરાની ટીમોના કેટલાક સભ્યોએ 15મી જાન્યુઆરીના રોજ પતંગ ચગાવવા માટે મંજૂરી માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.જો કે બાયો સિકયોર બબલમાં તેઓને મંજૂરી મળશે કે કેમ? તે કહેવું મુશ્કેલ છે.

14મી જાન્યુઆરીના રોજ મેચ છે જ્યારે 15મી જાન્યુઆરીનો દિવસ ખાલી છે ત્યારે કેટલાક ક્રિકેટરોએ ખાસ કરીને ગુજરાત અને વડોદરાના ખેલાડીઓએ હોટલ પરથી પતંગ ઉડાવવા માટેની ઇચ્છા વ્યકત કરી છે. બીસીએના પ્રવકતાં સત્યજીત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘ છ ટીમો જે હોટલમાં રહી છે તે હોટલો બાયો સિકયોર બબલમાં જ છે અને બીસીસીઆઈના અધિકારીઓ પણ ત્રણેવ હોટલમાં છે ત્યારે તેમની મંજૂરી લઇ ક્રિકેટરો પતંગ ઉડાવી શકે છે.એક ક્રિકેટરે જણાવ્યું હતું કે ‘આમ પણ અમે જમવા જઇએ છે ત્યારે ટીમ સિવાય કોઈ હોતું નથી તે સંજોગોમાં પતંગ ઉડાવવામાં નિયમનો ભંગ થશે નહીં.કારણ કે દોરો અને પતંગ હોટલમાં મંગાવીશું તો તેને સેનેટાઈઝ કર્યા પછી જ તેનો ઉપયોગ કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser