તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હાલોલ-પાવાગઢ રોડ પર અજાણ્યા વાહનની અડફેટે આવતાં દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી

વડોદરા4 મહિનો પહેલા
રાત્રિના સમયે એક્સિડન્ટ થયા બાદ ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગે સારવાર અર્થે ખસેડયો હતો. - Divya Bhaskar
રાત્રિના સમયે એક્સિડન્ટ થયા બાદ ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગે સારવાર અર્થે ખસેડયો હતો.
  • ફોરેસ્ટ વિભાગે જાળ નાખી દીપડાને પકડીને સારવાર અર્થે ખસેડ્યો

હાલોલ પાવાગઢ રોડ પર ખૂનપીર પાસે રહેણાંક વિસ્તાર નજીક રોડ ક્રોસ કરતા દીપડા ને અજાણીયા વાહને ટક્કર મારતા દીપડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે આવતા જતા વાહન ચાલકો સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતાં.ફોરેસ્ટ વિભાગને અકસ્માત અંગે જાણ કરી હતી.

​​​​​​​

ઘટના સ્થળે ફોરેસ્ટ વિભાગ મોડું પહોચ્યું
ગંભીર રીતે ઘવાયેલો દીપડો રોડ પર લોહીથી લથપથ હાલતમાં તરફડીયા મારતો હતો ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓને ઘટના સ્થળે આવતા સમય લાગતા દીપડાના છેલ્લા શ્વાસ ચાલતા હતાં. ફોરેસ્ટ વિભાગે આવી દીપડા પર જાળ નાખી ફોરેસ્ટ વાનમાં મુકવાની તજવીજ હાથ ધરી હતી.

લોકોમાં ભય ફેલાયો
કેટલાક કર્મચારીઓ દીપડાને વહેલી તકે સારવાર સ્થળે પોહચડવાની જગ્યાએ રોડ પર તરફડીયા મારી છેલ્લો શ્વાસ લેતા દીપડાના ફોટા વીડિઓ ઉતારતા હાજર લોકો રોષે ભરાયા હતાં. ઇજાગ્રસ્ત દીપડાને જાંબુઘોડા પશુ ચિકિત્સાલયમાં લઇ જવાયો હતો. જ્યાં દીપડાની હાલત નાજુક હોવાનું જાણવા મળેલ છે. ખૂનપીર નજીક રહેણાંક વિસ્તારમાં દીપડાનો અકસ્માત સર્જાતા રહીશોમાં ભયની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો