વડોદરામાં વ્યાજખોરનો ત્રાસ:વિધવાને 10 ટકાએ 55 હજાર રૂપિયાનું ધિરાણ કરી 2 લાખ 64 હજાર વસુલ્યા, છતાં બીજા 9 લાખ માંગ્યા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફતેગંજ પોલીસ સ્ટેશનની ફાઇલ તસવીર.

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં એક વિધવા મહિલાને ઘર ખરીદવા માટે 55 હજાર રૂપિયાનું ધિરાણ કરી 2 લાખ 64 હજાર વસુલ્યા બાદ પણ વ્યાજખોરે 9 લાખની માંગણી કરી ચેક ભરી બાઉન્સ કરાવી નોટિસ આપ્યાની ફરિયાદ ફતેગંજ પોલીસમાં નોંધાઇ છે.

10 ટકા લેખે વ્યાજ વસૂલ્યું
વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં રહેતી વિધવા શારદાબેન મહિડા નામની વિધવા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જુલાઇ 2015માં તેણે નવાયાર્ડ ખાતેના મકાનના દસ્તાવેજ માટે પડોશી દિપકભાઇ મહિજીભાઇ મકવાણા (રહે. રમણીકલાલની ચાલી, નવાયાર્ડ) પાસેથી 10 ટકા લેખે 55 હજાર રૂપિયા લીધા હતા. જેની સામે ચાર વર્ષ સુધીમાં 2 લાખ 64 હજારની ચુકવણી કરી હતી.

કોર્ટ નોટિસની ધમકી આપી
વર્ષ 2020માં કોરોનાકાળમાં તેમણે રૂપિયા આપવાનું બંધ કર્યું હતું. જેથી વ્યાજે નાણા ધિરનાર દિપક મકવાણાના ભાભી પુષ્પાબેન મકવાણા અને સંજયભાઇ મકવાણાએ ધમકી આપી હતી કે જો વ્યાજના રૂપિયા નહીં આપે તો તારા દિકરાને કોર્ટના ધક્કા ખાતો કરી દઇશ.

કોરા બે ચેકમાં 9 લાખ ભરી કોર્ટની નોટિસ આપી
રૂપિયા ધિરાણ વખતે દિપકભાઇએ વિધવા મહિલાના પુત્ર પાસેથી સહી કરાવી બે ચેક લઇ લીધા હતા. બંને ચેક દિપકભાઇએ એકમાં ત્રણ લાખ અને બીજામાં છ લાખની રકમ ભરી બેંકના નાખ્યા હતા.જેથી બંને ચેક બાઉન્સ થતાં વિધવા મહિલાના પુત્ર પ્રકાશને નોટિસ આપી હતી. જેથી વિધવા મહિલાએ વ્યાજખોર દિપકભાઇ, તેમના ભાભી પુષ્પા અને સંજય મકવાણા સામે વ્યાજ ધિરાણનું લાયસન્સ ન હોવા છતાં વ્યાજ લીધા હોવા અંગે તેમજ ખોટી નોટિસ આપવા મુદ્દે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.